Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

યુવતીએ પ્રપોઝનો ઇન્કાર કરતા યુવકે આત્મહત્યા કરી

સુરતમાં અજબ પ્રેમની ગજબ કહાનીની સામે આવી : યુવાનને નજીકમાં રહેતી યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો અગાઉ યુવાને યુવતીને પોતાના પ્રેમનો એકરાર કર્યો હતો

સુરત,તા.૨૫ : સુરત શહેરમાં એક અજબ પ્રેમની ગજબ કહાનીની સામે આવી છે. આ કહાનીમાં એક યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીએ પ્રપોઝનો ઇક્નાર કરતા છતપર ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. જોકે, આ પ્રમીએ મરતા પહેલાં દિવાલ પર આઈ લવ યુ લખી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનનો વતની અને સુરતના રાંદેર વિસ્તારમાં પાલનપુર જકાતનાકા પાસે સંત તુકારામ સોસાયટી ખાતે રહેતા સુરજ નાગર જાંગીડ (ઉ.વ. ૨૫) ટાઈલ્સ ફીટીંગનું કામ કરતા હતો. જોકે આ યુવાનને નજીકમાં રહેતી એક યુવતી સાથે લાંબા સમયથી પ્રેમ થઈ ગયો હતો. થોડા દિવસ અગાઉ આ યુવાને યુવતીને પોતાના પ્રેમનો એકરાર કર્યો હતો. જોકે, આ બનાવની વિગતો મુજબ યુવતીએ સુરજના પ્રેમને સ્વીકાર્યો નહોતો અને તેણે કહ્યું હતું કે તેને આ પ્રકારની કોઈ લાગણીઓ નથી.

               જોકે, આ વાતનું યુવકને દિલ પર માઠું લાગ્યું હશે જેના કારણે માનસિક તણાવમાં આવી ગયો હતો. તેવામાં ગતરોજ યુવક સુરજ પોતાના મકાનની છત પર ફાંસો ખાઈને જીવન ટૂંકાવી નાંખ્યું હતું. બનાવની જાણ પાડોશીઓને થતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પોલીસે બનાવવાળી જગ્યા પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ માટે આવી ત્યારે બનાવવાળા સ્થળનું દૃશ્ય જોઈને ચોંકી ઊઠી હતી કારણ કે આ જે જગ્યાએ યુવકે ફાંસો ખાધો હતો ત્યાં તેણે પ્રેમિકા માટે એક મેસેજ છોડ્યો હતો. પોલીસનું માનીએ તો યુવકે પ્રેમિકાનું નામ લખીને સંદેશો છોડ્યો હતો એટલે પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. જોકે, પ્રાથમિક તપાસમાં જે યુવતીના નામનો એકરાર કરવામાં આવ્યો છે તેની સાથે યુવક એક તરફી પ્રેમમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતું પ્રેમની વેદી પર જિંદગીને ચઢાવી દેનારા સુરજે એક નબળું ઉદાહરણ બેસાડ્યું છે. સમાજમાં આવા કિસ્સાઓના કારણે યુવકો-યુવતીઓ પર નબળી અસર પડી શકે છે.

(7:27 pm IST)
  • હાઈવેની બાજુમાં જ રેલવે લાઈનઃ સરકાર બનાવી રહી છે એક મોટો પ્લાન : ૨૦૨૫ સુધીમાં કેન્દ્ર સરકાર જે નવા હાઈવે બનાવી દેવા માગે છે તેમાં અમદાવાદ- ધોલેરા, કાનપુર- લખનઉ, અમૃતસર- ભટિંડા- જામનગર, હૈદરાબાદ- રાયપુર, નાગપુર- વિજયવાડાનો પણ સમાવેશ થાય છે access_time 3:37 pm IST

  • બેકારી ચરમસીમાએઃ રેલવેમાં ખાલી પડેલી ૧.૪ લાખ નોકરીની જગ્યાઓ માટે ૨.૪૦ કરોડ ઉમેદવારોએ અરજી કરી છે access_time 3:36 pm IST

  • 26 થી 29 ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સ યોજાશે access_time 10:07 pm IST