Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

વિરમગામ, માંડલ દેત્રોજ, સાણંદ તાલુકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શસ્ત્ર પુજન કરાયુ

તસવીરઃ- ચૈતન્ય સતિષપ્રસાદ ભટ્ટ (રામપુરા)

વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા વિરમગામ :   વિજયાદશમીના પાવન દિવસે વિરમગામ, માંડલ, દેત્રોજ, સાણંદ તાલુકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શસ્ત્ર પુજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઘેલડા મુકામે દેત્રોજ તાલુકાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ઘેલડા ગામના નાગરીકો, સ્વયંસેવકો, તથા દેત્રોજ રામપુરા થી આવેલ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. શસ્ત્ર પૂજનના કાર્યક્રમ બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે હેતુથી કાર્ય કરી રહ્યો છે  તેની ચર્ચા કરવામાં આવી હતી. કોરોના મહામારીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કરવામાં આવેલ સેવાના કાર્યોની પણ વાત કરવામાં આવી હતી. સંઘની સ્થાપના થી માંડીને આજ દિન સુધી સંઘ દ્વારા જે કાર્યો કરવામાં આવેલ તેની વાત કરવામાં આવી હતી હિન્દુ સંસ્કૃતિમાં વિજયાદશમીનો ખૂબ જ મહત્વ રહેલું છે એની પણ વાત કરવામાં આવી છે. રામ રાવણનું યુદ્ધ કૌરવ-પાંડવો નું યુદ્ધ ધર્મનો વિજય થયો માટે હિંદુ ધર્મનો વિજય કરવો હશે તો સામાજિક સમરસતા જરૂરી છે એની પણ વાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા કાર્યવાહ સતીષપ્રસાદ રતિલાલ ભટ્ટ દ્વારા બૌદ્ધિક આપવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ગામના સરપંચ પરબતજી ઠાકોર, દેત્રોજ વેપારી મંડળના પ્રમુખ મનુજી ઠાકોર તથા વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડ પ્રમુખ ઝીલુભા ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. વિરમગામ તાલુકાના હિરાપુરા અને માંડલ, સાણંદ તાલુકામાં પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શસ્ત્ર પુજન કરવામાં આવ્યુ હતુ.

(7:37 pm IST)