Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

સ્ટેચ્યુ બાદ પ્રવાસીઓ માટે 30 ઓક્ટોબરે પી.એમ.મોદી ક્રુઝ બોટનું પણ લોકાર્પણ કરશે,જે માટે 3 જેટી તૈયાર કરવામાં આવી

આ ક્રુઝ બોટમાં આમ તો 200 થી 250 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે પણ હાલ કોરોનાના નિયમોને પગલે માત્ર 50 લોકોને જ પરમિશન આપવામાં આવશે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સ્ટેચ્યુ  યુનિટીમાં વધુ એક નવા મોર પિચ્છનો ઉમેરો થયો છે જેમાં 30 ઓકટોબરે પી.એમ. ક્રુઝ બોટનું લોકાર્પણ કરશે આમ તો 21 માર્ચના રોજ આ ક્રુઝ બોટ નું લોકર્પણ કરવાના હતા પણ કોરોના મહામારી ના કારણે તે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો એ હવે 30 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી મોદી કેવડિયા આવી પહેલા જંગલ સફારીનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ સ્ટેચ્યુ ખાતે બનેલ ક્રુઝ બોટની જેટી ખાતેથી ક્રુઝ બોટ નું લોકાર્પણ કરશે અને ત્યાંથી બોટમાં બેસી શ્રષ્ઠ ભારતભવન ખાતે બીજી જેટી બનાવવામાં આવી છે ત્યાં સુધી વડાપ્રધાન જશે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીની આ સફર 6 કિલોમીટરની રહેશે. જેના માટે 3 જેટી બનાવવામાં આવી છે એક જેટી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે જયારે બીજી જેટી શ્રેષ્ઠ ભારત ભવન પાસે અને ત્રીજી જેટી સ્ટેચ્યુ ની બિલકુલ પાછળ હોય જે ઇમર્જન્સી જેટી છે જો કોઈ દુર્ઘટના બને તો આ જેટી નો ઉપયોગ કરવામાં આવશે આ ક્રુઝ બોટમાં આમ તો 200 થી 250 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે પણ હાલ કોરોના ના નિયમોને પગલે માત્ર 50 લોકોને જ પરમિશન આપવામાં આવશે અને બોટ માં નાસ્તા ની વ્યસ્થા પણ છે જે પ્રવાસીએ પોતાના ખર્ચે કરી શકશે. સાથે મનોરંજન માટે ની પણ ખાસ વ્યવસ્થા બોટ માં કરવામાં આવી છે.

(10:15 pm IST)