Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર: પ્રાંતિજ અને તલોદ બાદ ઇડરમાં પણ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર

આગામી દસ દિવસ સુધી ધંધા-રોજગાર સ્વયંભુ બંધ રાખવામાં આવશે

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે પહેલેથી જ પ્રાંતિજ અને તલોદમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. હવે ઇડરમાં કોરોનાનો કહેર જોવા મળતા 25 નવેમ્બરથી 9 ડિસેમ્બર સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. જેને લઇને આગામી દસ દિવસ સુધી ધંધા-રોજગાર સ્વયંભુ બંધ રાખવામાં આવશે. ઇડરમાં દવા અને દૂધ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે

   સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુદીમાં કોરોનાના 1 હજાર 427 કેસ નોંધાયા છે. જેમાં જિલ્લામાં કોરોના એક્ટિવ કેસ 131 નોંધાય છે.

   સાબરકાંઠા જિલ્લામાં APMCમાં શાકભાજીના વેચાણ માટે લોકોની ભીડ જામેલી જોવા મળી. શાકભાજી માર્કેટમાં સામાજિક અંતરના ધજાગરા ઉડતા જોવા મળ્યાં. શાકમાર્કેટમાં લોકો માસ્ક વિના ફરતા જોવા મળ્યાં હતા 

(10:45 am IST)