Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

પાદરાની ઈપ્કો લેબોરેટરી કંપનીની 23 લાખના API પાવડર ચોરીનો ભેદ ઉકેલાયો: 5 આરોપીની ધરપકડ

ચોરીમાં એક કંપનીનો કાયમી કર્મચારી અને ત્રણ કોન્ટ્રાકટના કામદારો સામેલ: આરોપીઓને સાથે રાખી પોલીસે ચોરીની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

પાદરાના રણું ગામ પાસે આવેલા ઈપ્કા લેબોરેટરી કંપનીમાં રૂપિયા 23 લાખના API પાવડરની ચોરીનો ભેદ ઉકેલવામાં પાદરા પોલીસને સફળતા મળી છે. પોલીસે ચોરીની તપાસ દરમિયાન પાંચ શખ્સની ધરપકડ કરી છે.

  પાદરા પોલીસે 23 લાખના મુદ્દામાલ પાવડરના જથ્થામાંથી 19,13,600 રૂપિયાનો પાવડર રીકવર કરી બાકી રહેલા પાવડરની તપાસ હાથ ધરી છે. જે અંગે આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી છે. પાદરા પોલીસે ઝડપેલા આરોપીઓને સાથે રાખી ઈપ્કા કંપની ખાતે ચોરીની ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું.

 પાદરા પોલીસે આરોપીઓ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતને સાથે રાખીને તપાસ હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં એક કંપનીનો કાયમી કર્મચારી અને ત્રણ કોન્ટ્રાકટના કામદારો સામેલ છે.

(12:01 pm IST)