Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

વડોદરા નજીક દાહોદ હાઇવે પર વાહન ચેકીંગ દરમ્યાન પોલીસે સિગારેટનો જથ્થો ઝડપાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી

વડોદરા: દાહોદ જીએસટી મોબાઈલ સ્કવોડે મધ્યપ્રદેશથી આવતી ગાડી રોકીને તપાસ કરતા તેમાં સિગારેટના 15 કાર્ટન મળી આવ્યા હતા. આ માલનો હજી સુધી કોઈએ માલિકી હકનો દાવો નહીં કરતા હવે તારીખ 4 ડિસેમ્બરના રોજ જાહેર હરાજી કરાશે. હરાજી ઈ-ઓક્શન પ્રક્રિયાથી થશે. દાહોદ જીએસટી મોબાઈલ સ્કોડ દ્વારા અગાઉ હાઇવે પરથી પસાર થતા વાહનોમાં બીલ વગર લઇ જવાતા માલનું ચેકિંગ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. 

તારીખ 19 ડિસેમ્બર 2019 ના રોજ મંગલ મહુડી ખાતે એટલે કે લીમખેડાથી નજીક દાહોદ નેશનલ હાઈવે પર વાહન ચેકિંગ કરતા અને ડોક્યુમેન્ટ તપાસતા ટેમ્પામાં બિલ વગરનો સિગારેટનો જથ્થો હતો. સિગારેટના આશરે 15 કાર્ટન ટેમ્પામાંથી મળ્યા હતા. આ માલ માટે કોઈ વ્યક્તિ કે વેપારીએ માલિકી હકનો દાવો કર્યો હતો. જેથી ટેમ્પો અને માલ સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટીની કલમ 130 હેઠળ જપ્ત કર્યો હતો. અગાઉ દાવો કરવા માટે સાત દિવસની મહેતલ અપાઇ હતી અને કહ્યું હતું કે જો હકનો દાવો નહીં કરાય તો માલની જાહેર હરાજી કરી દેવાશે.

(5:20 pm IST)