Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ક્લોલની આદર્શ આર્યુવેદ હોસ્પિટલમાં સાત કલાક બાદ પણ કોઈ સારવાર કે દવા ન મળી : વીડિયો થયો વાયરલ

શ્વાસની તકલીફ અને ખાસીથી પીડાતા અમદાવાદના કોરોના દર્દીએ વિડિઓ વાયરલ કરી વ્યથા ઠાલવી

અમદાવાદ : અમદાવાદના નવા રાણીપમાં રહેતા કોરોના દર્દી ચેતન શેઠે ક્લોલની આદર્શ આર્યુવેદ હોસ્પિટલમાં દાખલ થયાના સાત કલાક બાદ પણ કોઈ સારવાર કે દવા ન મળ્યાનો દાવો કરતો વીડિયો વાયરલ કર્યો છે. ચેતન અને તેમનો ભાઈ બન્ને આ હોસ્પિટલમાં બપોરે દાખલ થયા હતા. હજુ સુધી તેઓને દવા, નવા માસ્ક, સેનેટાઈઝર કે ગરમ પાણી મળ્યું નથી. ચેતન પોતાની આપવીતી જણાવતી વખતે શ્વાસની તકલીફ અને ખાસીથી પીડાતો હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છ

નવા રાણીપ વિસ્તારમાં રહેતા અને સોફ્ટવેરના ધંધા સાથે સંકળાયેલા ચેતન જયંતીલાલ શેઠ અને તેમના ભાઈ પ્રિયંક શેઠ બન્ને કોરોના પોઝિટિવ આવતા તેઓને ગાંધીનગરની હોસ્પિટલમાં જગ્યા ખાલી હોવાનું તંત્રએ જણાવ્યું હતું. ચેતનભાઈએ હા પાડતા બન્ને ભાઈઓને બપોરે બે વાગ્યે ક્લોલની આદર્શ આયુર્વેદ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા

ડૉકટર એક વાર આવી તપાસી ગયા બાદ ચેતન શેઠને સાત કલાક સુધી કોઈ દવા આપવામાં આવી ન હતી. ચેતનની બાજુના બેડમાં રહેલા દર્દીએ પણ આજ વ્યથા વ્યક્ત કરી હતી. ચેતને જણાવ્યું કે, હોસ્પિટલમાં ગરમ પાણીની કે નાસ લેવાની વ્યવસ્થા નથી. હેન્ડ સેનેટાઈઝર, નવા માસ્ક, જ્યુસ પણ નથી. દર્દીને ખાવાનું આપવામાં આવે છે તે દર્દી ખાઈ શકતા નથી. હોસ્પિટલ સ્ટાફ દવાની શોધમાં છે. મેડિકલ સ્ટોર બંધ છે. હોસ્પિટલનું કોઈ મેનેજમેન્ટ નથી. એક ચોપડામાં દર્દી આવ્યાની નોંધ થાય છે. બને ત્યાં સુધી કોરોના દર્દીઓ આ હોસ્પિટલમાં આવવાનું ટાળો

ચેતન શેઠ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે, જલ્દી અમારી સારવાર થાય અને દવા મળે તેવું હું ઇચ્છી રહ્યો છું. હોસ્પિટલમાંથી વીડિયો વાયરલ કરનાર ચેતનને શ્વાસની તકલીફ હોય તેવું સ્પષ્ટ જોવા મળે છે.

(11:01 pm IST)