Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને લઇ જીલ્લા કલેકટર ડી.એ. શાહ સાથે પત્રકારોની બેઠક યોજાઈ

સ્થાનિક સ્વરાજ્યની જીલ્લા, તાલુકા સહીત નગરપાલિકાની ચૂંટણી આચારસંહિતાના કડક પાલન સાથે નિષ્પક્ષ રીતે પાર પાડવા માટે જીલ્લા વહીવટી તંત્ર કટીબધ્ધ છે: જીલ્લા કલેક્ટર ડી.એ શાહ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને પત્રકારો સાથે નર્મદા જીલ્લા કલેક્ટરએ બેઠક યોજી માહીતી આપી હતી. આચારસંહિતાના અમલ બાબતે કેટલાંક પત્રકારોના સુચનો બાબતે કલેકટરએ ધ્યાને લઈ અધિક કલેકટરને સુચના આપી હતી. તેમજ નર્મદા જીલ્લામા વધુમા વધુ મતદાન થાય તે માટે પત્રકાર મિત્રો મિડીયાના માધ્યમથી આમ લોકોને ઉત્સાહીત કરવા પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો.

જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીને હેમખેમ પાર પાડવા માટે અલગ અલગ અધિકારીઓ ને ફરજો સોંપી દેવામાં આવી છે,વધુમા તેમણે પત્રકારોને માહિતી આપતાં કહ્યું હતું કે દેશનુ ચુંટણી પંચ વિશ્વ મા વિશ્વાસપાત્ર અને નિષ્પક્ષ હોવા બાબત એ જાણીતું અને તેનુ એક જમા પાસું બતાવતાં કહ્યું હતુ જેવી ચુંટણી જાહેર તે શાથે જ વહીવટી તંત્ર સરકારી તંત્ર મટી ને ચુંટણી પંચને આધીન થઈ જાય છે.
કોવીડ-19 ની મહામારીના સમયગાળામાં આવેલી આ પ્રથમ ચુંટણી હોવાથી કોરોના ની ગાઈડલાઈન નું પણ મજબુતી થી પાલન કરવા શાથે ઈ.વી.એમ મશીન ને સેનેટાઈઝ કરવા,ચુંટણી મા વહીવટી ભુમીકા નિભાવતા કર્મચારીઓ ના કોરોના ટેસ્ટ કરવામા આવશે અને તમામ પ્રકાર ની તકેદારી સાથે લોકશાહી ના આ પર્વને ઉજવવા માં આવશે.

(12:59 am IST)