Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

ગાંધીનગરમાં સે-14માં રહીશોને સસ્તામાં વાહન આપવાની લાલચ આપી ભેજાબાજે 23 લાખની છેતરપિંડી આચરતા ગુનો દાખલ

ગાંધીનગર:શહેરમાં ડીસ્કાઉન્ટમાં વાહનો આપવાની લાલચ આપીને ર૩ લાખ રૃપિયાની છેતરપીંડી સંદર્ભે સે-ર૧ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને તે ગુનામાં છેલ્લા ઘણા સમયથી ફરાર આરોપીને ગાંધીનગર એલસીબીએ બાપુનગરથી ઝડપી પાડયો છે. તેની પત્નિ પણ ગુનામાં સામેલ હોવાનું બહાર આવ્યું છે. હાલ તો પોલીસે તેની વધુ પુછપરછ શરૃ કરી છે.  

અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે શહેરના સે-૧૪માં રહેતા રહીશનો સંપર્ક સે-/બીમાં રહેતાં ચેતન ચંદ્રકાંત ઘાટે સાથે થયો હતો અને સમયે ચેતન અને તેની પત્નિ ભુમિકા દ્વારા કંપનીમાંથી નવી કારમાં સારું ડીસ્કાઉન્ટ આપવાની લાલચ આપવામાં આવી હતી. જેથી રહીશે તેની ઈનોવા કાર માટે લાખ  તેમજ અન્ય એક મિત્રની કાર માટે ત્રણ લાખ અને અન્ય કાર માટે ૧૮ લાખ આપયા હતા. પરંતુ દંપતિએ ર૩ લાખ જેટલી રકમ લઈ લીધા બાદ કાર આપવામાં આવતી નહોતી. જેથી સંદર્ભે સે-ર૧ પોલીસ મથકમાં દંપતિ સામે છેતરપીંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો પરંતુ આરોપી ફરાર થઈ ગયો હતો. ત્યારે ગાંધીનગર એલસીબી પીઆઈ જે.જી.વાઘેલાએ ફરાર આરોપીઓને પકડવા તાકીદ કરી હતી જેના પગલે એએસઆઈ રણજીતસિંહ અને કો.જીગ્નેશકુમારની બાતમીના આધારે ર૩ લાખની છેતરપીંડીમાં ફરાર ચેતન ઘાટેને અમદાવાદ બાપુનગરથી ઝડપી લેવાયો હતો. જેની અટકાયત કરીને સે-ર૧ પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.

(4:58 pm IST)