Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

શ્રી રામ જન્મભુમિ તીર્થક્ષેત્ર નિર્માણ નિધિ સમર્પણ મહાઅભિયાન અંતર્ગત વિરમગામમાં નિધી સમર્પણ કરતા રામ ભક્તો

સોકલી ગૂરૂકુળના રઘુવીર સ્વામિ દ્વારા ૫૧૦૦૦ રૂપીયા, વિરમગામ જીઆઇડીસીના અમિતભાઈ (ચકા બાપુ) દ્વારા ૫૫૫૫૫ રૂપીયા, દિપાબેન મિલનભાઇ ઠક્કર દ્વારા ૫૧૦૦૦ રૂપીયા, નિલેશભાઇ ચૌહાણ દ્રારા ૨૧૦૦૦ રૂપીયા અને ઓર્થોપેડીક ડૉ.પ્રકાશ સારડા દ્વારા ૨૧૦૦૦ રૂપીયાનું સમર્પણ અપાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :ભગવત કૃપાથી હિન્દુ સમાજના ૪૯૨ વર્ષના પ્રદીર્ધ અને સાતત્યપૂર્ણ સંઘર્ષ પછી શ્રી રામ જન્મભૂમિ - અયોધ્યામાં ભગવાન શ્રીરામલલ્લાનું ભવ્ય મંદિર નિકટ ભવિષ્યમાં સાકાર થશે. હિન્દુ ધર્મ - સંસ્કૃતિ અને રાષ્ટ્રીય સ્વાભિમાનના પ્રતિક સમાન આ મંદિર વાસ્તુકલામાં પણ અદ્રિતિય હશે. દેવોને પણ દુર્લભ તેવી ભગવાનની જન્મભુમી પર નિર્માણ પામનાર આ ભવ્યાતિભવ્ય રામમંદિર નિર્માણ હેતુ આગામી મકરસંક્રાંતિથી માઘપૂર્ણિમા અર્થાત દિનાંક ૧૫/૦૧/૨૦૨૧ થી ૨૭/૦૨/૨૦૨૧ સુધી સંપુર્ણ દેશમાં ૪ લાખ ગામોમાં ૧૩ કરોડ પરિવારોને જોડવાના ભવ્ય લક્ષ્ય સાથે "વ્યાપક નિધિ સમર્પણ અભિયાન" વિશ્વ હિન્દુ પરિષદ તથા સંઘ વિચારની સંસ્થાઓ દ્વારા ચાલવવામાં આવી રહ્યુ છે ત્યારે અમદાવાદ જીલ્લાના વિરમગામમાં પણ અનેક રામ ભક્તો દ્વારા નિધિ સમર્પણ કરવામાં આવી રહ્યુ છે. સોકલી ગૂરૂકુળના રઘુવીર સ્વામિ દ્વારા ૫૧૦૦૦ રૂપીયા, વિરમગામ જીઆઇડીસીના અમિતભાઈ (ચકા બાપુ) દ્વારા ૫૫૫૫૫ રૂપીયાનું સમર્પણ આપવામાં આવ્યુ છે. જ્યારે વિરમગામ શહેરના દિપાબેન મિલનભાઇ ઠક્કર દ્વારા ૫૧૦૦૦ રૂપીયા, નિલેશભાઇ ચૌહાણ દ્રારા ૨૧૦૦૦ રૂપીયા અને વિરમગામ પંથકમાં જાણીતા ઓર્થોપેડીક ડૉ.પ્રકાશ સારડા દ્વારા ૨૧૦૦૦ રૂપીયાનું સમર્પણ આપવામાં આવ્યુ છે તેમ શ્રી રામ જન્મભુમિ તીર્થક્ષેત્ર  નિર્માણ નિધિ સમર્પણ મહાઅભિયાન વિરમગામ તાલુકા સંયોજક ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું

(7:04 pm IST)