Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ડેડીયાપાડાના રાલદા ગામના વળાંકમાં બે ટ્રકો સામસામે ભટકાતા એકનું મોત : 2 ને ગંભીર ઇજા

108 તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી:કેબિનમાં ફસાયેલા ટ્રકના ડ્રાઈવરને જેસીબી વડે પતરું કટ કરી ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યો:ગંભીર ઇજા પામેલા ટ્રેનને ડેડીયાપાડા સરકારી દવાખાને ખસેડાયા જેમાં એક ચાલકનું સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાના રાલદા ગામના વળાંકમાં બે ટ્રકો સામસામે ધડાકાભેર અથડાતા એકનું મોત નીપજ્યું હતું જ્યારે બે ને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે મકાઈ ભરેલી એક ટ્રક અને ખાતરની ગુણો ભરેલી ટ્રક રાલદા ગામના વળાંકમાં સામસામે અથડાતા લોકટોળા એકઠા થયા બાદ 108 ને જાણ કરતા ત્રણ ઇજાગ્રસ્તો પૈકી નરેન્દ્ર મંજુભાઈ સિંગ,યશવંત દુષ્યંતભાઈ ડાલબે અને અબ્દુલ રઝાકભાઈ મલેકને ઇજાઓ થતા ડેડીયાપાડા સરકારી દવાખાને દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન ટ્રક ચાલાક અબ્દુલ રઝાક મલેક(ઉં.31)નું સારવાર દરમિયાન મોત થયું હતું. ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:39 pm IST)