Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ગાંધીનગર જિલ્લામાં ચંદ્રાલા નજીક પોલીસે વાહનચેકીંગ હાથ ધરી બસમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

ગાંધીનગર:જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પગલે પ્રોહીબીશન ડ્રાઈવ ચાલી રહી છે. જિલ્લા પોલીસ વડા દ્વારા દારૃ ભરેલા વાહનો પકડવા અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૃની હાટડીઓ ઉપર કાર્યવાહી કરવા સૂચના આપી છે ત્યારે ચિલોડા પોલીસની ટીમ વાહનચેકીંગમાં હતી તે દરમ્યાન ચંદ્રાલા આગમન હોટલ પાસેથી હિંમતનગર તરફથી આવતી જૈન ગુડીયા ટ્રાવેલ્સની લકઝરી બસ નં.આરજે-૦૯-ટીબી-૫૪૯૫ને ઉભી રાખી તેની ડેકીમાં તપાસ કરતાં શંકાસ્પદ બે પાર્સલ મળી આવ્યા હતા. જે પાર્સલ ખોલીને જોતાં તેમાંથી વિદેશી દારૃના ૧૯૦ જેટલા ટ્રેટા પેક મળી આવ્યા હતા. પોલીસે લકઝરીમાં સવાર જોધપુરના શેરસિંહ જવરીલાલ માલી રહે.સુભાષ કોલોનીપીપાડ સીટી જોધપુર અને સોહન બક્સારામ જાટ રહે.સલવાકલા તા.જોધપુર રાજસ્થાનને ઝડપી પાડયા હતા. આ સંદર્ભે ચિલોડા પોલીસે ગુનો નોંધીને મોબાઈલ અને દારૃ મળીને કુલ ર૪૪૪૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને દારૃ કયાંથી લવાયો હતો અને કયાં લઈ જવાનો હતો તે જાણવા માટે મથામણ શરૃ કરવામાં આવી છે. 

(5:08 pm IST)