Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ગોરા ત્રણ રસ્તા પાસે રસ્તામાં અવરોધ ઉભો કરી પોલીસને ફરજમાં અટકાવી ધમકી આપનાર સામે ગુનો દાખલ

ગોરા ગામના ભરત તડવીએ રસ્તામાં અવરોધ ઉભો કરી ધારીયું બતાવી પોલીસ પોલીસ ટીમને ધમકી આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગરુડેશ્વર પો.સ્ટે.માં ફરજ બજાવતા એ.એસ. આઈ.વિજયભાઇ દિવાનજીભાઈ બ.ન.પ૩ર એ આપેલી ફરિયાદ મુજબ ભરતભાઇ નટવર ભાઇ તડવી (રહે. ગોરા ,તા.ગરૂડેશ્વર) એ ગોરા વસાહત જવાના ત્રણ રસ્તા ઉપર દારૂ પીધેલી હાલતમાં વાહન તથા રાહદારી ઓને અવરોધ કરવા માટે રસ્તા.ઉપર પથ્થરો મુકી અવરોધ કરવા પથ્થરો હટાવવા જતા પોલીસ સ્ટાફને કાયદેસરની સરકારી ફરજ દરમ્યાન વર્ધી ઉપર હોય અટકાવી ધારિયું બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતા ગરુડેશ્વર પોલીસે ભરત તડવી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(10:23 pm IST)