Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

આત્મારામ પરમાર જીતશે તો સૌરભ પટેલને મંત્રી તરીકે પડતા મુકાશે તેવો ભ્રમ કોઈ ફેલાવે નહીંઃ સી,આર.પાટીલ

ભાજપના પ્રદેશ પ્રમુખ -સી,આર, પાટીલે ગઢડામાં કરવો પડ્યો ખુલાસો

ગઢડાઃ ભાજપના પ્રદેશ પ્રમુખ ગઢડા વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવાર આત્મારામ પરમાર માટે પ્રચાર કરવા પહોંચ્યા હતા. પાટીલે ગઢડામાં કાર્યકરો સાથે બેઠક યોજી હતી. પ્રજાપતિ સમાજની વાડીના ખાત મુહૂર્તમાં હાજરી આપી હતી. આ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખે સૌરભ પટેલને લઈને ચાલી રહેલી અફવાઓ પર મહત્વનું નિવેદન આપ્યું હતું.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સૌરભ પાટીલે કહ્યુ કે, આ બેઠક પર આત્મારામ પટેલ જીતશે અને મંત્રી તરીકે સૌરભ પટેલને પડતા મુકવામાં આવશે તેવો ભ્રમ કોઈ ફેલાવે નહીં. સૌરભ પટેલ મંત્રી છે અને રહેશે. કોંગ્રેસ પર પ્રહાર કરતા પાટીલે કહ્યુ કે, તે હાર જોઈને હવાતિયા મારે છે. પાટીલના ગઢડા પ્રવાસ દરમિયાન પાટીદાર આંદોલન અનામત સમિતિના પૂર્વ સંગઠન પ્રભાવી દિલીપ સાબવા અને કોંગ્રેસ આગેવાન નાનુભાઈ ડાખરા ભાજપમાં જોડાયા હતા.

ગઢડા વિધાનસભા બેઠક પર દિવસેને દિવસે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપના નેતાઓ મતદારો અને આગેવાનો સાથે જાહેરસભા અને ગ્રુપ મિટિંગો કરી પોતાના ઉમેદવારને જીતાડવા પ્રયાસ કરી રહ્યા છે. તયારે આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ગઢડાના પ્રવાસે પહોંચ્યા અને પ્રજાપતિ સમાજની વાડીના ખાત મુહૂર્ત કર્યું હતું.

(11:28 pm IST)