Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

કોરોનાકાળ વચ્ચે સાદાઈથી ઐતિહાસિક પલ્લી ઉત્સવ ઉજવાયો : ગ્રામજનોએ જાળવી પરંપરા

વરદાયિની માતાની પલ્લી ગામમા ફરીને મંદીર પહોચી: પોણા કલાક જેટલા સમયમાં કરાયુ આયોજન

ગાંધીનગરના રૂપાલમાં આખરે પલ્લી ઉત્સવ સાદાઇથી ઉજવાયો હતો. જો કે એક મળતા અહેવાલ મુજબ આ અંગેની મંજૂરી ન હોવા છતાં પણ અંતિમ ઘડીએ પરંપરાના ભાગરૂપે પલ્લી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું

રૂપાલમાં પોલીસની હાજરીમાં સાદાઇથી પલ્લી ઉત્સવ પરિપૂર્ણ થયો. આશરે પોણા કલાકમાં જ સમગ્ર આયોજન કરાયું હતું અને વરદાયી માતાજીની પલ્લી ગામમાં ફરીને મંદિરે પહોંચી હતી.

જો કે ગઇકાલે સૂત્રોને મળેલી જાણકારી મુજબ ગાંધીનગરના રુપાલ ગામે પલ્લીવાસથી પોલીસની હાજરીમાં પલ્લી કાઢવા મંજૂરી આપવામાં આવી હોવાના અહેવાલ મળ્યાં હતા. જેને લઇને ગ્રામજનો દ્વારા પલ્લી કાઢવા માટેની તૈયારીઓ શરૂ કરી હતી.

(10:16 am IST)