Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

બાંધકામ કામદારના મૃત્યુ અથવા કાયમી વિકલાંગતાના કેસમાં રૂ. ૩ લાખની સહાય

અંતિમવિધિ માટે પણ મળી શકે છે રૂ. પ લાખની સહાય

(કેતન ખત્રી) અમદાવાદ : બાંધકામ કામદારો તથા તેમના પરિવારોને ગૌરવજનક જીવનની ખાતરી માટે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડે બાંધકામ કામદારના મૃત્યુ અથવા કાયમી વિકલાંગતા થઈ હોય તેવા ૧૫૩ કેસમાં નાણાંકીય સહાય પૂરી પાડી છે.

બોર્ડના સભ્ય સચિવ બી. એમ પ્રજાપતિ જણાવે છે કે 'બાંધકામની કામગીરી દરમ્યાન અકસ્માતથી મોત કે કામને કારણે કાયમી વિકલાંગતા ઉભી થઈ હોય તો કામદારના નિકટના સ્નેહીને રૂ. ૩ લાખની આ સહાય આપવામાં આવે છે. અમે અત્યાર સુધીમાં ૧૫૩ લાભાર્થીઓને આ પ્રકારે રૂ. ૪.૫૬ કરોડની ચૂકવણી કરી છે. કામદાર બોર્ડ સાથે રજીસ્ટર્ડ હોય કે ના હોય અથવા તો તે જયાં કામ કરતા હોય તે સાઈટ રજીસ્ટર કરાવી હોય કે ના કરાવી હોય તો પણ આ સહાય આપવામાં આવે છે. અગ્નિસંસ્કાર (અંતિમ વિધી) માટે અગાઉ રૂ. ૫,૦૦૦ સહાય આપવામાં આવતી હતી તે વધારીને રૂ. ૭,૦૦૦ કરવામાં આવી છે. જો કે આ સહાય માટે લાભાર્થી બોર્ડ સાથે નોંધાયેલા હોય તે જરૂરી બની રહે છે. અત્યાર સુધીમાં અમે ૬૬૧ લાભાર્થીઓને અગ્નિસંસ્કાર (અંતિમ વિધી) માટે રૂ. ૦.૩૨ કરોડની સહાય કરી છે.

(11:44 am IST)