Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

બુધવારથી મુંબઈ-અમદાવાદ વચ્ચે શતાબ્દી એકસપ્રેસ

મુંબઈ,તા. ૨૬: કોરોનાના વધતા ચેપને કારણે રેલવેએ મર્યાદિત લાંબા અંતરની મેલ-એકસ્પ્રેસ ટ્રેન ચાલુ કરવામાં આવ્યા પછી મુંબઈ અમદાવાદ વચ્ચે ૨૮મી ઓકટોબરના બુધવારથી વિશેષ શતાબ્દી એકસ્પ્રેસ ચાલુ કરવામાં આવશે, એવું પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું.

કોરોનાને કારણે લગભગ સાત મહિનાથી અમદાવાદ-મુંબઈ વચ્ચે શતાબ્દી એકસ્પ્રેસ બંધ કરવામાં આવી હતી, જે બુધવારથી દોડાવવામાં આવશે. ૨૮મી ઓકટોબરના મુંબઈ સેન્ટ્રલથી શતાબ્દી એકસપ્રેસ (નંબર ૦૨૦૦૯) રોજ સવારના ૬.૨૫ વાગ્યે ઊપડશે, જયારે ટ્રેન અમદાવાદ રાતના અગિયાર વાગ્યે પહોંચશે. મુંબઈ સેન્ટ્રલથી ઉપડેલી ટ્રેનનો હોલ્ટ બોરીવલી, વાપી, ભરુચ, વડોદરા અને આણંદ રહેશે. રવિવાર સિવાયના દિવસ દરમિયાન આ ટ્રેન દોડાવવામાં આવશે. એ જ પ્રકારે અમદાવાદથી મુંબઈ વચ્ચે રોજ બપોરના ૨.૪૫ વાગ્યે ટ્રેન મુંબઈ માટે રવાના કરવામાં આવશે.

(11:48 am IST)