Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ધંધુકાના પૂર્વ ધારાસભ્ય લાલજી મેરની ભાજપમાં ઘરવાપસી : સી,આર,પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કરાવ્યો

કોળી સમાજના 20થી વધુ આગેવાનો પણ ભાજપમાં જોડાયા

અમદાવાદ : ધંધૂકાના પૂર્વ MLA લાલજી મેરની પેટાચૂંટણીમાં ઘર વાપસી થઇ છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો છે

 ભાજપ અને કોંગ્રેસ દ્વારા કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતી લીંબડી બેઠક પરથી અન્ય સમાજના ઉમેદવારને ટીકીટ આપી છે. ભાજપ દ્વારા કિરિટસિંહ રાણા વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવાર છે.ત્યારે આજરોજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના કાર્યક્રમમાં ધંધૂકાના પૂર્વ MLA લાલજી મેર કોળી સમાજના 20થી વધુ આગેવાનો સાથે ભાજપમાં જોડાયાં. આમ પેટાચૂંટણી દરમિયાન લાલજી મેરની ઘર વાપસી થઇ છે

(12:19 pm IST)
  • " ચીફ મિનિસ્ટર ચુંટવાના છે ,પ્રાઈમ મિનિસ્ટર નહીં " : બિહાર ચૂંટણી પ્રચાર માટે માત્ર નરેન્દ્ર મોદીના ફોટા સાથેની આખા પાનાની જાહેરાત ઉપર આરજેડી નો કટાક્ષ : ચૂંટણી પ્રચારની જાહેરાતમાંથી નીતીશકુમારનો ફોટો ગાયબ થતા અનેક તર્ક વિતર્કો access_time 1:17 pm IST

  • ભારતના રાષ્ટ્ર ધ્વજ ત્રિરંગાની અવગણના કરનાર મહેબુબા મુફ્તીની પીડીપી પાર્ટીમાં તિરાડ : પાર્ટી અધ્યક્ષ મહેબુબાના નિવેદનથી નારાજ થયેલા 3 આગેવાનોએ રાજીનામાં આપી દીધા : ટી.એસ.બાજવા ,વેદ મહાજન ,તથા હુસેન એ.વફાએ મહેબૂબાને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી રાજીનામાં આપી દીધા : મહેબૂબાએ કાશ્મીરમાં 370 મી કલમ ફરીથી લાગુ ન થાય ત્યાં સુધી ત્રિરંગાને હાથ અડાડવાનો ઇન્કાર કરી દીધો હતો access_time 8:11 pm IST

  • કેન્દ્રીય તકેદારી આયોગ 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર, 2020 સુધી, "સતર્ક ભારત, સમૃધ્ધ ભારત" ની થીમ સાથે વિજિલન્સ જાગરૂકતા સપ્તાહની ઉજવણી કરશે. access_time 10:04 pm IST