Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

અને મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતના કામરેજના ડીવાયએસપી ચંદ્રરાજસિહ જાડેજાના માનવતાવાદી સ્વભાવને કારણે એક વ્યકિતનો અકાળે જીવ જતા બચી ગયો.....

સાહેબ..હું બીમાર છું..જમવાના પૈસા નથી તો દવાના પૈસા કયાંથી હોય.. માટે આપઘાત કરવો છેઃ અરજદાર માટે ડિંડોલી પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ. ચૌહાણ ની મદદથી રહેવા - જમવા તથા જરૂરી દવાઓની વ્યવસ્થા કર્યાનું જાણી સુરત રેન્જ વડા રાજકુમાર પાંડિયન તથા સુરત જિલ્લા પોલીસ વડા ઉષા રાડા તથા શુભેચ્છકો દ્વારા સૌરાષ્ટ્ર ગુજરાતથી અભિનંદન વરસ્યા

રાજકોટ તા.૨૬,સુરતના કામરેજ ના વિભાગીય પોલીસ અધિકારી અને મૂળ સૌરાષ્ટ્રની ધરતી મોરબીના જાણીતા ડોકટર પરિવારના ચંદ્રરાજસિહ ના મોબાઈલ ની રીંગ વાગી. અજાણ્યો નંબર જોતા કોઈ અરજદારે મુશ્કેલીમાં મદદરૂપ થવા ફોન કર્યો હસે તેવું સમજી ફોન ઉપાડ્યો અને ફોન પરની રજૂઆત સાંભળી ડીવાયએસપી ચંદ્રરાજસિહ જાડેજા ચોંકી ઉઠ્યા.

 અરજદાર દ્વારા કોઈ તેમને હેરાન કરતું હોય કે પોલીસ અંગની ફરિયાદ કરી હોતતો તેવો ચોકી ન ઉઠત. અરજદાર જાદવજી પુરોહિતે જણા્યકે તેવો બીમારીથી પીડાય છે તેમની પાસે જમવાના પૈસા નથી તો દવાના પૈસા કયાંથી હોય? તેવો પાસે હવે આત્મહત્યા શિવાય કોઈ રસ્તો નથી.

એટલું માંડ માંડ બોલી ચોધાર આસુઓથી હીબકા ભરી રડવા માંડ્યા હતા.માનવતાવાદી અને તેમાંય રાજપૂત અને પાછા સૌરાષ્ટ્રની ધરતીની મૂળ વતની આવી મુશ્કેલી જાણી કેમ ચૂપ રહે. તેવો એ તુરત અરજદારનું એડ્રેસ માગયું. અરજદાર સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા હોવાનું જાણી તુરત બધી વ્યવસ્થા થશે તેવી ખાતરી આપી. અને મરવાનો વિચાર સુધ્ધા નહિ કરે .તમારો ભાઈ છું તેવી રીતે મદદ કરીશ તેવું વચન આપ્યું.

ચંદ્ર રાજસિંહ જાડેજા એ તુરંત ડિંડોલી પોલીસ મથકના પીઆઈ એચ.એમ. ચોહણનો સમપર્ક કરી તેવો ને આખી પરિસ્થિતિ સમજાવતાં તેવો પણ એ માનવતાવાદી કાર્યમાં મદદ કરવા ત્યાર થયા.

 ત્યારબાદ ડિંડોલી પોલીસ મથકમાં ફરજ બજાવતાં નવીનભાઇ ચોધરીએ સમગ્ર જવાબદારી લેવા ત્યાર થયા. આ રીતે જયવર્ધન પુરોહિત માટે બે ટાઈમ જાણવાનું. રહેણાક વ્યવસ્થા સાથે દવાઓની મદદ શરૂ થયેલ. આમ મૂળ સૌરાષ્ટ્રના અધિકારીના માનવતાવાદી વલણથી એક વ્યકિતનો અકાળે જીવ બચી ગયો. આમ ચંદ્ર રાજ સિહના આવા માનવતાવાદી કાર્ય બદલ સુરત રેન્જ ig રાજકુમાર પાંડિયન તથા સુરત જિલ્લા પોલીસવડા ઉષા રાડા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

(12:53 pm IST)