Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

કોરોના અને લોકડાઉન બાદ કથળી ગયેલ અર્થતંત્ર ધીમે-ધીમે પાટા ઉપરઃ સંક્રમણથી બચવા માટે કારનું વધુ વેંચાણઃ 10 દિવસમાં 3 હજાર વાહનોનું વેંચાણ

ગાંધીનગર: કોરોના અને લૉકડાઉન બાદ કથળી ગયેલ અર્થતંત્ર ધીમે-ધીમે પાટા પર આવવા લાગ્યું છે. નવરાત્રીના તહેવારોમાં ત્રણ મોટા સેક્ટર ઓટો મોબાઈલ, રિયલ એસ્ટેટ અને જ્વેલરી સેક્ટરમાં થોડી તેજી જોવા મળી હતી.

કોરોના સંક્રમણ સામે સુરક્ષાને ધ્યાનમાં રાખીને લોકોએ ટૂ-વ્હીલરની જગ્યાએ કારનું વધારે બુંકિંગ કરાવ્યું છે. ફૉર વ્હીલરનું બુકિંગ ગત વર્ષની સરખામણીમાં 15 ટકા વધુ જોવા મળ્યું છે.

આ પ્રકારે ફૉર વ્હીલર સેગમેન્ટમાં 3000થી વધુ વાહનોનું વેચાણ માત્ર નવરાત્રીના 10 દિવસોમાં જ થયું છે. જો કે ટૂ-વ્હીલરનું વેચણ ગત વર્ષની તુલનામાં ઓછું રહ્યું છે. રિયલ એસ્ટેટમાં પણ એફોર્ડેબલ સિવાય અન્ય સેક્ટર જેવા કે આલિશાન ફ્લેટ, પ્લોટ, કૉમર્શિયલ દુકાનો અને ઓફિસો માટે પણ લોકોની પૂછપરછ વધી છે.

આ અંગે ક્રેડાઈના અધ્યક્ષ રવજી પટેલે કહ્યું કે, નવરાત્રીના પહેલા દિવસથી જ રૉ હાઉસ, કૉમર્શિયલ સેગમેન્ટમાં સારી ઈન્કવાયરી રહી. રવિવારે ક્રેડાઈના શૉમાં 3400 લોકોએ પૂછપરછ કરી હતી.

બીજી તરફ લગ્નગાળો પણ આવી રહ્યો છે. આથી ઘરેણાની ખરીદીની પણ શરૂઆત થઈ ગઈ છે. દશેરાના દિવસ પણ લોકોએ ઘરેણા ખરીદ્યા છે.

(4:35 pm IST)