Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

મારી અને મુખ્‍યમંત્રી વચ્‍ચે કોઇ જ વિખવાદ નથી, એ સરકાર ચલાવે છે અને હું પક્ષ ચલાવુ છું: સંગઠન પણ ઝડપથી જ જાહેર થશેઃ બધા સમાજ-વર્ગને પ્રતિનિધિત્‍વ આપીશુઃ સી.આર. પાટીલ

અમદાવાદ: ભાજપ પ્રમુખ સી આર પાટીલે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 8 બેઠકો પર ભવ્ય જીત મેળવવાનો દાવો કર્યો હતો. તમામ ઉમેદવારોમાં સૌથી વધુ લીડ મેળવવાની લડાઈ છે. તમામ બેઠકો પર હું ફર્યો છું અને વાતાવરણ ભાજપ તરફી છે. કોંગ્રેસમાંથી જે તે સમયે પૂર્વ ધારાસભ્યો ભાજપમાં આવ્યા છે. ધારાસભ્ય પદ છોડીને ફરી વાર પ્રજાનો મત લેવા જઈ રહ્યા છે. ભાજપના કાર્યકરો સંનિષ્ઠ છે અને પક્ષ પ્રત્યે વફાદાર છે.

પક્ષના નિર્ણય બાદ તમામ કાર્યકરો કામે લાગી ગયા છે. ભાજપમાં કોઈ આંતરિક વિખવાદ નથી બધા એક સાથે છે. આ ચૂંટણી માં  કોંગ્રેસને હાર દેખાઈ રહી છે એટલે મારા પર વ્યક્તિગત આરોપ લગાવે છે. મારા પર કોઈપણ ક્રિમિનલ કેસ નથી અને લોકોએ મને ચૂંટયો છે. લોકો કોંગ્રેસની આવી વાતોમાં આવે નહીં. લોકોનું સમર્થન ભાજપને છે અને ભાજપ સાથે છે. રમણ પાટકર ના નિવેદનને તોડી ને જોવામાં આવી રહ્યું છે. ભાજપ સરકાર લોકોના વિકાસના કામ કરે છે અને બધાને સાથે લઈને ચાલે છે.

મારી અને મુખ્યમંત્રી વચ્ચે કોઈ જ વિખવાદ નથી. એ સરકાર ચલાવે છે અને હું પક્ષ ચલાવું છું. બંને સાથે મળીને કામ કરીએ છીએ. સંગઠન પણ ઝડપથી જ જાહેર થશે. બધા સમાજ અને વર્ગને પ્રતિનિધિત્વ આપીશું.

(4:38 pm IST)