Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

વડોદરા: અલકાપુરી વિસ્તારમાં હોટલમાં ગ્રાહકોની વિગતો ન દર્શાવવા મામલે મેનેજર વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ

વડોદરા:એસ જી પોલીસે વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ પંચશીલ હોટલ સંચાલક દ્વારા પોલીસના ઓનલાઈન રજીસ્ટરમાં ગ્રાહકોની વિગતો ના દર્શાવવા મામલે હોટલ મેનેજર વિરુદ્ધ જાહેરનામાનો ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાત પોલીસે શહેરમાં આવેલી તમામ હોટલો- લોજ- ગેસ્ટહાઉસમાં સંચાલક તથા જવાબદાર વ્યક્તિને રિસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેકટીવિટી વાળું કોમ્પ્યુટર રાખી પોલીસ તરફથી વેબ ડિઝાઇન સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી રજીસ્ટર માં થતી એન્ટ્રીઓનું ઓનલાઇન કરવા જાહેરનામું બહાર પાડ્યું છે

જે અંતર્ગત અલકાપુરી વિસ્તારમાં ઓફિસર્સ કોલોની સામે આવેલ પંચશીલ હોટલ ખાતે મેનેજર હર્ષ પટેલ (રહેવાસી -સન રેસીડેન્સી, આજોડ ગામ ,વડોદરા) ને વડોદરા શહેર એસ..જી પોલીસે સોફ્ટવેર નો આઈડી તથા પાસવર્ડ આપી જાહેરનામાનો અમલ કરવા સૂચના આપી હતી

(6:45 pm IST)