Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

વડોદરાના સમા વિસ્તારમાં મોર્નિંગ વોકમાં નીકળેલ યુવક હુમલો કરી સોનાની ચેઇન લૂંટી ગઠિયા ફરાર

વડોદરા:શહેરના સમા - ગદા સર્કલ રોડ ઉપર મોર્નિંગ વોક માટે નીકળેલા 27 વર્ષીય યુવકની સોનાની ચેન તોડી બાઇક સવાર બે અજાણ્યા શખ્સો ફરાર થઈ જવાનો બનાવ હરણી પોલીસ મથકે નોંધાયો છે.

મૂળ તમિલનાડુના રહેવાસી અને હાલ વડોદરા શહેરના સમા કેનાલ રોડ પર આવેલ કૌશલ્ય હાઇટ્સમાં રહેતા અભિલાષ નાયર ખાનગી કંપનીમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવે છે

બે દિવસ અગાઉ શનિવારે મળસ્કે સમા તળાવથી ગદા સર્કલ રોડ ઉપર વોકિંગ કરવા માટે તેઓ નીકળ્યા હતા. તે સમયે પાછળથી અચાનક એક છોકરો આવ્યો હતો અને ધક્કો મારી અભિલાષ ભાઈને નીચે પાડી દીધા હતા અને રૂપિયા 45 હજારની કિંમતના ધરાવતી સોનાની ચેન તોડી થોડાક અંતરે બાઇક ચાલુ રાખી ઊભેલા અન્ય શખ્સ સાથે નાસી છૂટ્યો હતો. ઘટનામાં યુવકને ગળાના ભાગે સાધારણ ઇજા પહોંચી હતી.

(6:45 pm IST)