Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

વડોદરા નજીક પીલોલ રેલવે સ્ટેશન ખાતે કામ કરતી 19વર્ષીય યુવતીને બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારતા ચકચાર

વડોદરા:નજીક આવેલા પીલોલ રેલવે સ્ટેશન ખાતે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સફાઈ કર્મચારીનું કામ કરતી 19 વર્ષીય યુવતીને સ્ટોર રૂમમાં લઇ જઇ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારી બનાવ અંગે કોઇને જાણ નહીં કરવા ચાકુ મારવાની ધમકી આપનાર પીલોલના સ્ટેશન માસ્ટર વિરૂદ્ધ વડોદરા રેલવે પોલીસ મથકે બળાત્કારનો ગુનો નોંધાયો છે.

તેણે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓના પતિ પણ કોન્ટ્રાક્ટબેઝ પર રેલવેના પાટાનું કામ કરે છે. દરમિયાન યુવતી સ્ટેશન માસ્ટરની ઓફિસની બાજુમાં સાફ સફાઈ કરતી હતી તે વખતે સ્ટેશન માસ્ટર તરીકે ફરજ બજાવતાં રાજેન્દ્રકુમાર વર્મા ( રહે - યશ કોમ્પ્લેક્ષની સામે, ગોત્રી, વડોદરા ) તેની પાસે આવ્યા હતા. અને શોરૂમમાં લઈ જાય મરજી વિરૂદ્ધ બળાત્કાર કર્યો હતો. બળાત્કાર ગુજાર્યા બાદ સ્ટેશન માસ્ટરે 100 રૂપિયા આપ્યા હતા બનાવ અંગે યુવતીએ પતિને જાણ કરતાં પતિએ નોકરી છોડાવી દીધી હતી

(6:46 pm IST)