Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

વડોદરામાં યુવાધનને માદક પદાર્થ સપ્લાય કરતા કેરિયરને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યો

વડોદરા: શહેરમાં નશાના રવાડે ચડેલા યુવાધનને માદક પદાર્થો સપ્લાય કરતા એક કેરિયરને પોલીસે રંગે હાથ ઝડપી પાડયો હતો.

હાથીખાના મેઇન રોડ વિસ્તારમાં એક એજન્ટ ચરસની પડીકીઓ લઈ નશાબાજ યુવક-યુવતીઓને સપ્લાય પૂરો પાડવા ઉભો હોવાથી વિગતોના પગલે એસઓજી ની ટીમે ગઈ મોડી સાંજે વોચ રાખી હતી.

પોલીસે બાહોમાં પુરા વિસ્તારમાં રહેતા અકબરઅલી સૈયદ અલી સૈયદ ને ઝડપી પાડી તપાસ કરતા તેની પાસેથી રૂ. 11 હજારની કિંમતનો 8 ગ્રામ સરસ તેમજ પાંચ ખાલી થેલી મળી આવી હતી. પોલીસે એની પાસે સરસ ના વેચાણના રૂ. 4 હજાર કબજે કર્યા હતા. ચરસનો જથ્થો બાવામાનપુરામાં રહેતા અલ્તાફ બચુભાઈ શેખે પૂરો પાડયો હોવાની વિગતોના પગલે પોલીસે અલ્તાફની શોધખોળ હાથ ધરી છે.

(6:47 pm IST)