Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

વડોદરા નજીક ભીમપુરામાં ગોડાઉનમાં ઝડપાયેલ દારૂના જથ્થાના પ્રકરણમાં ફાર્મના માલિકની ધરપકડ

વડોદરા:નજીક ભીમપુરા(શેરખી)ના નીલકંઠ ફાર્મના ગોડાઉનમાંથી ઝડપાયેલા દારૃના જથ્થાના પ્રકરણમાં ફાર્મના માલિકનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

અંગેની વિગત એવી છે કે નીલકંઠ ફાર્મ પર સ્ટેટ વિજિલન્સે દરોડો પાડી દારૃનો જથ્થો લેવા આવનાર કારને ઝડપી પાડી હતી. પોલીસે કાર અને ગોડાઉનમાંથી દારૃની ૧૬૫૪ બોટલો કબજે કરી હતી ફાર્મના માલિક ચંદુભાઇ કેશવભાઇ પઢિયારને ઝડપી પાડી તાલુકા પોલીસને સોંપી દીધો હતો. તાલુકા પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપાયેલા દારૃના કેસની તપાસ બાદમાં જિલ્લા એલસીબીને સોંપવામાં આવી છે.

(6:47 pm IST)