Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ગાંધીનગરના સરઢવમાં વરલી મટકાનો જુગાર રમતા રમાડતા બે શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ગાંધીનગર:જિલ્લામાં જુગારની પ્રવૃતિ ડામવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે પેથાપુર પોલીસની ટીમે સરઢવમાંથી વરલીનો જુગાર રમાડતાં બે શખ્સોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે સરઢવ ગામના મેઈન બજારમાં કેટલાક ઈસમો વરલીનો જુગાર રમાડે છે. જે બાતમીના પગલે દરોડો પાડી સરઢવ ગામમાં ગોવાળવાસમાં રહેતા રસીકભાઈ મંગળદાસ સોલંકી અને કન્યા શાળા પાસે રહેતાં મોહનજી ધુળાજી ઠાકોરને વરલીનો જુગાર રમતાં ઝડપી પાડયા હતા. પોલીસે તેમની પાસેથી સાહિત્ય અને રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

(6:49 pm IST)