Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

કરજણમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પર ચપ્પલ ફેકાયું

કુરાલી ગામે જાહેરસભાના સંબોધન બાદ મીડિયા કર્મીઓને સંબોધન વેળાએ ઘટના

વડોદરાના કરજણમાં પેટા ચૂંટણીની જાહેર સભા સંબોધન કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા સમયે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પર ચપ્પલ ફેંકાયું. હતું  કોને ચપ્પલ ફેંક્યું તે અંગે પોલીસે તપાસ ચાલુ કરી છે . નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ નર્મદા અંગે મીડિયા સાથે વાતચીત કરતા તે સમયેર ચપ્પલ ફેંકાતા ચકચાર મચી જવા પામી છે 

કુરાલી ગામે જાહેરસભા દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પર જુતુ ફેંકાયું છે. કુરાલી ગામે જાહેરસભાના સંબોધન બાદ તેઓ મીડિયા કર્મીઓને સંબોધી રહ્યા હતા આ દરમિયાન અજાણી વ્યક્તિ દ્વારા નાયબ મુખ્યમંત્રી પર ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. કોણે જૂતું ફેક્યું તે જાણવા નથી મળ્યું, પરંતુ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી

આ અંગે નીતિનભાઈ  પટેલે કહ્યું કે, હું મારી બાઇટ આપવામાં વ્યસ્ત હતો, અમારે એક એક શબ્દ તોલી તોલીને બોલવાનો હોય, અર્થનો અનર્થ ન થાય તેનું ધ્યાન રાખવાનું હોય અને કાળજી રાખવાની હોય.

(8:18 pm IST)
  • બીજી નવેમ્બરે કોરોના વેકિસનનો પ્રથમ જથ્થો યુ.કે.માં આવી જશે : વિશ્વની સૌપ્રથમ કોરોના વેકિસન ૨ નવેમ્બરે યુનાઇટેડ કિંગડમમાં આવી જશે. યુકેના મીડિયા જણાવે છે કે લંડનની મોટી હોસ્પિટલોને કહેવામાં આવ્યું છે કે 'ઓકસફર્ડ અલ્ટ્રાઝેનેકા' કોવિડ વેકિસનનો પ્રથમ સ્ટોક બીજી નવેમ્બરે આવી જશે અને તે સ્વીકારી લેવો. access_time 3:29 pm IST

  • નરેન્દ્રભાઈ મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા મંગળવારે તકેદારી અને ભ્રષ્ટાચાર વિરોધી રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. access_time 10:08 pm IST

  • ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયાથી સંભવતઃ ગુજરાતમાં સ્કૂલો ખુલી જશે : ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત access_time 1:08 pm IST