Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ઇન્ટિગ્રેટેડ રેવેન્યુ ઇનસ્પેક્શન સિસ્ટમ ઓનલાઇન કરાઈ

ડિજિટલ ક્ષેત્રે સરકારનું વધુ એક નક્કર કદમ : જમીનોના ૮ કરોડ જેટલા હસ્તલિખિત ૭/૧૨ અને હસ્ત લિખિત નોંધોને સ્કેન કરીને ઓનલાઇન ઉપલબ્ધ કરાવ્યાં

ગાંધીનગર,તા.૨૬ : તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ધ દ્રષ્ટિ અને સમયબધ્ધ આયોજનના પરીણામે આજે ગુજરાત દેશનું રોલ મોડલ બની રહ્યું છે તેમ મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું. રાજ્યના સુગ્રથિત વિકાસ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મહેસૂલી પ્રક્રિયાને વધુ વેગવાન બનાવવાનો નિર્ધાર કરાયો છે. જેના પરીણામે અનેકવિધ મહેસૂલી સુધારા રાજ્ય સરકારે કર્યા છે જેના ખુબ જ સારા પરીણામો પ્રાપ્ત થઈ રહ્યાં છે. રાજયના મહેસૂલી વહીવટને કમ્પ્યુટરાઈઝડ, સલામત, સુરક્ષિત, સુદ્દઢ અને ઝડપી બનાવવાના પગલાંરૂપે હસ્તલિખિત મહેસૂલી રેકર્ડ જાન્યુઆરી-૨૦૦૪થી ડિજીટાઈઝ કરી ઓનલાઈન કરવામાં આવેલ છે. રાજયની તમામ જમીનોના ૮ કરોડ જેટલા હસ્તલિખિત ૭/૧૨ અને હસ્તલિખિત નોંધોને સ્કેન કરીને ઓનલાઇન ઉપલબ્ધ કરાવ્યાં છે. મહેસૂલી કોર્ટ કેસ, હક્કપત્રકની નોંધો અને વિવિધ પરવાનગીની અરજી તથા પ્રક્રિયા ઓનલાઇન કરવામાં ગુજરાત રાજય ભારતભરમાં મોખરે છે.

મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગ રાજયના ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને સામાન્ય નાગરિકોની રોજબરોજની મહેસૂલી કામગીરીઓને લક્ષમાં રાખીને ટેકનોલોજીના માધ્યમથી સરળીકરણ અને પારદર્શિતા લાવવામાં હંમેશા અગ્રેસર રહ્યો છે. મહેસૂલી સેવાઓ વધુ ઝડપી, સરળ અને પારદર્શક બને તે માટે ઇ-ગવર્નન્સના માધ્યમ અને અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી આઈઓઆરએ પર બિનખેતી પરવાનગી, પ્રીમિયમ પરવાનગી, બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરવાનગી, વારસાઇ નોંધ, સુધારા હુકમ, જમીન માપણી જેવી ૨૭ જેટલી વિવિધ સેવાઓ ઓનલાઇન કરી સીંગલ વિન્ડો સીસ્ટમને યથાર્થ બનાવી છે ત્યારે મહેસૂલ વિભાગે ડીજીટલ ગુજરાતના નિર્માણ ક્ષેત્રે વધુ એક નક્કર કદમ ભરી સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા મહેસૂલ વિભાગની કચેરીઓની તપાસણીની પ્રક્રિયા ઓનલાઇન કરી આઈઆરઆઈએસ ઇન્ટીગ્રેટેડ રેવન્યુ ઇન્સપેક્શન સિસ્ટમ દ્વારા હવેથી તમામ મહેસૂલી પરવાનગી, હક્કપત્રકની નોંધો અને મહેસૂલી કેસની તપાસ ઓનલાઇન મોડ્યુલમાં કરવામાં આવશે.

મંત્રીએ ઉમેર્યુ હતું કે, રાજયમાં મહત્વની તમામ મહેસૂલી પરવાનગી પ્રક્રિયા ખૂબ જ કાર્યક્ષમ રીતે તથા સમયમર્યાદામાં પારદર્શી રીતે થાય તે માટે મહેસૂલ તપાસણી કમિશ્નરની કચેરી દ્વારા રાજયની તમામ મહેસૂલી કચેરીઓની તબક્કાવાર તપાસ કરવામાં આવે છે તથા રાજયની મહેસૂલી કચેરીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. હવે આ ટેકનોલોજીના સમયમાં આ તપાસની પ્રક્રિયા પણ ઓનલાઇન થાય તે માટે મહેસૂલ વિભાગે નક્કર નિર્ણય લીધો છે. ઇન્ટીગ્રેટેડ રેવન્યુ ઇન્સપેક્શન સિસ્ટમ દ્વારા હવેથી મહેસૂલી કચેરીઓની તપાસણી ઓનલાઇન કરવાથી સમયની બચત સાથે ગુણવત્તાસભર તપાસ થશે અને સમગ્રતયા કાર્યક્ષમ રીતે મહેસૂલી કામગીરી થશે. મંત્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, જે બાબતો માટે મહેસૂલી કચેરીઓની ભૌતિક ચકાસણી કરવાની હોય તે માટે ઇન્સપેક્શન ટીમ જિલ્લા કચેરીએ જઇને કચેરી કચેરીની તપાસ કરશે. ટેકનોલોજીના ઉપયોગથી મહેસૂલ વિભાગે અરજી પ્રક્રિયા તપાસ સુધીની પ્રક્રિયા ઓનલાઇન કરીને તમામ સરકારી વિભાગો માટે દ્રષ્ટાંત પુરું પાડેલ છે. રાજય સરકારના આ ક્રાંતિકારી નિર્ણયથી મહેસૂલી કચેરીઓની ઓનલાઇન તપાસણીથી સમય તથા નાણાંનો બચાવ થશે.

(9:13 pm IST)
  • ઝારખંડ : પિકનિક મનાવવા નીકળેલા અને બાગમુંડા ધોધ પર ગયેલા ૭, ૧૧, ૧૬ વર્ષના ત્રણ બાળકો નદીના તીવ્ર પ્રવાહમાં તણાય ગયા, બેના મૃતદેહ મળ્યા: કિશોરીની શોધ ચાલુ.. access_time 10:02 pm IST

  • નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રમખાણોને લઈને એસઆઈટી પૂછપરછમાં 9 કલાક સુધી એક કપ ચા પણ નહોતી પીધી : રાઘવન: વર્ષ 2002ના ગુજરાત તપાસ કરનાર એસઆઇટીના પ્રમુખ આર,કે,રાઘવને પોતાના પુસ્તકમાં એ સમયના રાજ્યમાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પૂછપરછને લઈને કર્યો ખુલાસો : તેઓએ કહ્યું કે મોદીની નવ કલાક લાંબી પૂછપરછ દરમિયાન સતત શાંત અને સંયમ બની રહ્યા અને પુછાયેલા અંદાજે 100 સવાલોના દરેકના આપ્યા હતા આ દરમિયાન એક કપ ચા સુધી લીધી નહોતી access_time 12:58 am IST

  • 26 થી 29 ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સ યોજાશે access_time 10:07 pm IST