Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

લગ્નના નવમાં દિવસે પરીણિતા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું

અમદાવાદના અમરાઈવાડીનો આશ્ચર્યજનક કિસ્સો : પરીણિતાએ સાસરિયાની સામે ત્રાસની ફરિયાદ નોંધાવી

અમદાવાદ, તા. ૨૬ : શહેરના અમરાઈવાડીમાં એક એવો આશ્ચર્ય જનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં લગ્નના નવ જ દિવસમાં પત્નીને પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેથી પતિ તેના જ વિસ્તારમાં એક ડોક્ટરને  બતાવવા લઇ ગયો હતો. ડોક્ટરે ચેક કરતા પત્ની ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. જેથી પતિ સહિતના સાસરીયા ચોંકી ઉઠ્યા હતા. જો કે, આ મામલે વિવાદ થતા પત્નીએ પતિ સહિતના સાસરીયા સામે શારિરીક માનસિક ત્રાસ અને દહેજની માંગણીની ફરિયાદ નોંધાવી છે. અમરાઇવાડીમાં રહેતી ૩૧ વર્ષીય રેખા(ઓળખ છુપાવા નામ બદલ્યું છે) યુવતીએ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. વર્ષ ૨૦૧૮માં તેના લગ્ન ધોળકાના રોહિત સાથે થયા હતા. લગ્ન દરમિયાન રીતરિવાજ દરમિયાન આ યુવતીના માતા પિતાએ કરિયાવર આપ્યું હતું. લગ્નના શરૂઆતના દિવસો સારી રીતે રાખ્યા બાદ સાસુ સસરાએ પિતાના ઘરેથી રૂ બે લાખ લઈ આવવા માટે રેખાને જણાવ્યું હતું. આ દરમિયાન લગ્નના ૯માં દિવસે પેટમાં દુઃખાવો થતાં રેખાએએ પતિ રોહિતને વાત કરી હતી. રોહિતે પત્નીને બોપલ ખાતે વડસાસુના ઘરે લઈ ગયો હતો.

બોપલના ક્રિષ્ના મેટરનિટી હોમમાં તપાસ કરાવતા રેખા પ્રેગનન્ટ હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. પત્ની લગ્નના ૯માં દિવસે પ્રેગનન્ટ હોવાની ખબર પડતાં પતિ વહેમાયો હતો અને રેખા સાથે ઝઘડો કર્યો હતો. આ બાબતે સાસુ સસરાને આ બાબતે જાણ થતાં તેઓએ પણ તકરાર કરી હતી. બાદમાં રોહિત પત્નીને લઈ દાદાના ઘરે રહેવા ગયો ત્યાં પણ સાસુ સસરા આવી તકરાર કરતા અને રોહિતને રેખાથીથી છૂટાછેડા લેવા માટે ઉશ્કેરતા હતા.

પછી તેઓ બોપલથી રેખાના પિતાના ઘરે રહેવા ગયા અને બાદમાં બારેજા ખાતે તેઓ રહેતાં હતા. બારેજા ખાતેના મકાને પણ સાસુ સસરા ઘરે આવી રોહિતની ચઢામણી કરતા હતા. આખરે પતિ રોહિત પત્નીને પ્રેગનન્સીની હાલતમાં છોડી જતો રહ્યો હતો. ત્યારબાદ રેખાએ પુત્રને જન્મ આપ્યો હતો. પુત્રના જન્મ બાદ પતિ, સાસુ, સસરા રેખાની ખબર પુછવા કે તેણે લેવા પણ આવ્યા ન હતા. સાસરિયાંના વહેમિલા સ્વભાવ,દહેજની માંગણી અને ત્રાસથી કંટાળી રેખાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

(9:14 pm IST)
  • ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયાથી સંભવતઃ ગુજરાતમાં સ્કૂલો ખુલી જશે : ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત access_time 1:08 pm IST

  • ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાએ તેની પ્રાયોગિક કોરોના વેકસીનના પરીક્ષણો પૂર્ણ કરેલ છે અને BMC ટૂંક સમયમાં તેની ક્લિનિકલ ટ્રાયલ્સનો ત્રીજો તબક્કો મુંબઈમાં શરૂ કરશે. access_time 10:02 pm IST

  • ' ભારતની લોકશાહી ખતરામાં ' : દેશની અર્થ વ્યવસ્થા ઉપર ગંભીર સંકટ : વાણી સ્વાતંત્ર્ય ઉપર તરાપ : સીબીઆઈ તથા આઈએનએ જેવી એજન્સીઓ પ્રાઈમ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટરના ઈશારે કામ કરી રહી છે : વિપક્ષોને ડરાવવા અને ધમકાવવા માટે આ એજન્સીઓનો ઉપયોગ થઇ રહ્યો છે : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો મોદી સરકાર ઉપર હુમલો access_time 2:04 pm IST