Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

લોકશાહીમાં પોતાનો રોષ વ્યક્ત કરવાની આ પદ્ધતિ બિલકુલ વ્યાજબી નથી : નાયબ મુખ્યમંત્રી પર ફેંકાયેલા જૂતાની ઘટનાને કોંગ્રેસે સખ્ત શબ્દોમાં વખોડ્યો

ભાજપના નેતાઓ કોંગ્રેસ પર કેમ દોષનો ટોપલો ઢોળે છે એ સમજાતું નથી.: ભાજપ સમર્થક હોય ત્યાં કોંગ્રેસનો કાર્યકર્તા શું કામ જાય ?

અમદાવાદ : રાજ્યના નાયબ મુખ્યમંત્રી પર ફેંકાયેલા જૂતાની ઘટનાને કોંગ્રેસ પક્ષ સખત શબ્દોમાં વખોડી કાઢે છે..લોકશાહીમાં પોતાનો રોષ વ્યક્ત કરવાની આ પદ્ધતિ બિલકુલ વ્યાજબી નથી અને ચલાવી પણ ના લેવાય..પરંતુ ભાજપના નેતાઓ કોંગ્રેસ પર કેમ દોષનો ટોપલો ઢોળે છે એ સમજાતું નથી..

માન. નીતિનભાઈ જાહેર જીવનના સંનિષ્ટ રાજપુરુષ છે પરંતુ એ કોંગ્રેસની સભામાં આવ્યા નહોતા...સભા સ્થળ ભાજપનું , મંડપ ભાજપનો , નેતાઓ ભાજપના , કાર્યકર્તાઓ ભાજપના , ત્યાં હાજર ભીડ ભાજપ સમર્થક હોય ત્યાં કોંગ્રેસનો કાર્યકર્તા શું કામ જાય ?? આવી સાદી સમજણ પણ પડતી નથી ???કોઈ પણ ઘટના બને ત્યારે કોંગ્રેસ પર દોષારોપણ સિવાય કઈ સુજતુ નથી..
  ભાજપને સમજણ પડવી જોઈએ કે પ્રજા અને ભાજપના કાર્યકરને માથે તમે પક્ષપલ્ટુ ઉમેદવાર માથે ઠોક્યા છે એનો રોષ જનતા અને ભાજપના કાર્યકર્તાઓમાં છે જે એમના જ સભા સ્થળે વ્યક્ત કરી રહ્યા છે અને દોષ વિપક્ષને આપે છે..
   મુખ્યમંત્રી પદે પોખાવા નીકળેલા નીતિનભાઈને માંડવેથી પાછા વાળનાર ભાજપે અપમાન નુ જુતુ માર્યું ત્યારે પણ અમે સહાનુભૂતિ વ્યક્ત  કરી હતી અને આજે કોઈ તોફાની તત્વ દ્વારા જુતુ ફેકાયાની ઘટના બાદ પણ સંવેદના વ્યક્ત કરૂ છુ .
  અમે પ્રશાંત ભુષણ પર હુમલો કરનારને યુવા મોરચાનુ પદ  આપનાર સંસ્કૃતિના વાહક નથી .કુલકર્ણીનો મોઢુ કાળુ કરનારા ને પ્રોત્સાહિત કરનાર ભગવાબ્રીગેડ જેવી માનસિકતા અમારી હોઈ જ ના શકે . રાહુલ ગાંધી પર પથ્થરો ફેકવાની ઘટનામાં અને મનમોહનસિંહ જેવા પ્રામાણિક અને સંનિષ્ઠ વ્યક્તિ પર જુતુ ફેકાયું ત્યારે એ ઘટનામાં પ્રજાનો રોષ જોનારી ભાજપ આજે કોગ્રેસના નામે કાગારોળ કરી રહી છે પણ ભુતકાળ પર નજર નથી કરતી. ત્યારે ઘટના ને વખોડી હોત તો સમાજમાં દાખલો બેસત પરંતુ ત્યારે તો ખાનગીમાં તાળીઓ લેતા હતા..છતાં આવી ઘટનાઓ લોકશાહીમાં વ્યાજબી નથી અને તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી જ નથી.

  આત્મારામ કાકાનુ ધોતીયુ ખેચનાર, દત્તાજીને જીવતા સળગાવવાનો પ્રયાસ કરનાર , સંજય જોશીની સેક્સ સીડીનુ કાવતરૂ કરનાર ભાજપ કયા મોઢે કોગ્રેસ પર દોષારોપણ કરી રહી છે તે સમજાતુ નથી . જે બન્યુ તે સદંતર ખોટું છે , સરકાર ભાજપની છે .જે કોઈ અપરાધી હોય તેને સજા કરે બાકી કોગ્રેસનો હાથ તો ઉંઘમા પણ દેખાશે જ. કેમકે પેટા ચુટણીમાં પરિણામ વિપરીત આવવાનો અંદેશો ભાજપને આવી ગયો છે.તેમ અંતમાં કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું છે

(10:11 pm IST)
  • 26 થી 29 ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સ યોજાશે access_time 10:07 pm IST

  • ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે તેમની સમક્ષના કેસોની સુનાવણી આજથી યુ-ટ્યુબ ઉપર લાઈવ શરૂ કરી ગુજરાત હાઇકોર્ટ આજથી તેની કાર્યવાહી ઓનલાઇન યુટ્યુબ ઉપર પ્રસારિત કરશે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથની અદાલત તેમની બેન્ચ સમક્ષ ના કેસો યુટ્યુબ ઉપર લાઈવ સ્ટ્રીમિંગ કરશે (લાઈવ પ્રસારણ કરશે) જે કદાચ દેશમાં પ્રથમ વખત બનશે. access_time 1:09 pm IST

  • મહેસાણા: ઇતિહાસમાં પહેલીવાર કોરોના મહામારીને કારણે બહુચર માતાની 'પાલખી યાત્રા' નીકળી ન હતી. access_time 10:09 pm IST