Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

રાજ પીપળા એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા આશિષકુમારે પોઇચા પુલ પરથી નર્મદા નદીમાં છલાંગ લગાવી

રાજપીપળાથી નાસિક રૂટ પર ફરતા ડ્રાઈવર આજે સવારે જ નાસિકથી રાજપીપળા ડેપો આવ્યા બાદ સાંજે પોઇચા પુલ પરથી કેમ છલાંગ લગાવી એ રહસ્ય અકબંધ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અને હાલ રાજપીપળાથી નાસિક રૂટ પર ફરતા ચાલક અશિસ રણછોડભાઈ મુંડવાલા (ઉ.વ.૩૭) એ સવારે લગભગ 7 વાગે નાસિક ટ્રીપ પરથી રાજપીપળા ડેપો આવ્યા બાદ સાંજે લગભગ 6 વાગે પોઇચા પુલ પર થી કૂદકો મારતા એ સમયે પસાર થતી રાજપીપળા ડેપો ની વડોદરા જતી બસ ના ચાલાક અને અન્યોએ તેને જોયા બાદ તુરત ડેપો માં જાણ કરતા તાત્કાલિક રાજપીપળા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.જોકે સાંજના સમયે અંધારું થઈ જતા હજુ પોઇચા ની નર્મદા નદી માં છલાંગ લગાવનાર આશિષ ની કોઈ ભાળ મળી નથી આશીશે ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે રહસ્ય હજુ અકબંધ છે.ત્યારે હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી રહી છે.

(10:37 pm IST)