Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

વડોદરા : દુષ્કર્મના અપરાધીઓની ફાંસીની સજા માટે ગોધરાની 12 વર્ષની છોકરીએ શરૂ કરી સહી ઝૂંબેશ

માહી તેમના પિતા અને ભાઈ સાથે વડોદરા પહોંચી : માહીએ રાષ્ટ્રપતિને અપીલ કરતા કહ્યું ભારતીય કાનૂનમાં દુષ્કર્મની સજા ફક્તને ફક્ત ફાંસી હોવી જોઈએ

 

વડોદરા : દેશમાં વધી રહેલા દુષ્કર્મના બનાવોને લઈ ગોધરાની 12 વર્ષની માહી પરમારે દુષ્કર્મના કેસમાં ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવે તેવી માંગણી રાષ્ટ્રપતિ સમક્ષ મૂકવા નગરજનોનો સહયોગ મેળવવા સહીં ઝુંબેશ શરૂ કરી છે. સોમવારે માહી તેમના પિતા અને ભાઈ સાથે વડોદરા આવી પહોંચી હતી અને કમાટી બાગ ગેટ નંબર 2 પાસે સહીં ઝૂંબેશનું આયોજન કર્યું હતું. માહીએ રાષ્ટ્રપતિને અપીલ કરતા જણાવ્યું છે કે, ભારતીય કાનૂનમાં દુષ્કર્મની સજા ફક્તને ફક્ત ફાંસી હોવી જોઈએ.

(12:41 am IST)