Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

અમદાવાદના વેજલપુરમાં વરરાજાને જ કોરોના થતા લગ્ન અટક્યા

લગ્નની તૈયારીઓ વચ્ચે હાઇકોર્ટમાં ફરજ બજાવતા વરરાજા અને માતા કોરોનામાં સપડાયા

અમદાવાદ :રાજ્યભરમાં કોરોના વાયરસનો કેર જોવા મળી રહ્યો છે. મહામારીને કારણે હજારો લગ્નો અટવાઇ પડ્યા છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વરરાજાને જ કોરોના થતા લગ્ન પ્રસંગ અટવાઇ પડ્યો છે. લગ્નની તૈયારીઓ વચ્ચે હાઇકોર્ટમાં ફરજ બજાવતા વરરાજા અને માતા કોરોનામાં સપડાયા છે. Corona

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં યુવકના લગ્નની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ હતી. જેના લગ્ન હતા તે યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. તે બાદ તેની માતાનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. વેજલપુર ડી માર્ટ પાસે આવેલી સોસાયટીમાં રહેતા યુવકના લગ્ન હતા. હાઇકોર્ટમાં ફરજ બજાવતા યુવક સહિત તેની ઓફિસમાં 24 નવેમ્બરે કામ કરતા તમામ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં યુવક કોરોના પોઝિટિવ આવતા તેના લગ્ન અટવાઇ પડ્યા છે

વેજલપુરમાં રહેતા યુવકના 9 ડિસેમ્બરે લગ્ન હતા. આ પહેલા તેની ઓફિસના કર્મચારીઓ સાથે તેનો પણ કોરોના રિપોર્ટ કરવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. લગ્ન હોવાથી તમામ તૈયારીઓ થઇ ગઇ હતી અને કાર્ડ પણ છપાઇ ગયા હતા. વરરાજા કોરોના પોઝિટિવ આવતા પરિવાર મુશ્કેલીમાં મુકાઇ ગયુ છે. વરરાજાને કોરોના પોઝિટિવ આવતા તેના પરિવારનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં યુવકની માતાનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

(10:03 am IST)