Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

કોરોનાની ઝપટે ચડતા કેદીઓના જીવ બચાવવા પોતાના જીવ જોખમમાં મુકનાર વિરલાઓનું બહુમાન

સાંસ્કૃતિક કાર્યક્રમા, જીમ અને લેકચરલ હોલનો પ્રારંભઃ નવનિયુકત સિપાહીઓ દ્વારા પરેડઃ ડો. કે. એલ. એન.રાવ દ્વારા ધ્વજ વંદન પરેડ નિરીક્ષણ

 રાજકોટ.  તા.૨૭,  સમગ્ર દેશમાં પ્રજાસતાક પર્વની ઉત્સાહભેર અને ઉમંગથી ઉજવણી થઇ રહી છે તેવા સમયે જેલમાં સંજોગોવશાત બંધ છે તેવા કેદીઓ દ્વારા સાબરમતી જેલમા સાંસ્કૃતિક કાર્યક્રમો થયા હતા.             

કોરોના મહામારી પરાકાષ્ટા પર હતી તેવા સમયે જેલમાં રહેલ કેદીઓના જીવન પર ખૂબ જ ખતરો હતો ત્યારે ગુજરાતના જેલ વડા ડો. કે.એલ.એન.રાવ દ્વારા ખૂબ જ શાંત મગજ રાખી આવા કેદીઓને કય. રીતે ઉગારવા તેની જે રણ નીતિ ત્યાર કરેલ તેનો જાનના જોખમે અમલ કરનાર જેલ સ્ટાફ અધિકારીઓનું ખાસ dg prision commendfetion disc દ્વારા બહુમાન થયેલ.                          

જેલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે તાલીમ ભવનમાં નવા પ્રોજેકટના શુભારંભ સાથે સવા બસોથી વધુ નવ નિયુકત સ્ટાફ દ્વારા પરેડ યોજી ધ્વજ વંદન કાર્યક્રમ રાખેલ.ધ્વજ વંદન ડો. કે. એલ.એન.રાવ દ્વારા કરી પરેડ નિરીક્ષણ કરેલ.ઉકત સમયે જાણીતા મહિલા શિક્ષણ વિદ અને સાઉથના સુપ્રસિદ્ધ યુનિ.ના ડાયરેકટર ડો. ઇન્દુ રાવ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(2:55 pm IST)