Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

ગુજરાત કોંગ્રેસની તેજતર્રાર આદિવાસી મહિલા નેતા રાધિકા કંવાટનું રાજીનામુ

છોટા  ઉદેપુર : છોટા ઉદેપુરનાં યુવા આદિવાસી નેતા રાધિકા રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. રાધિકાએ પોતાના રાજીનામાની જાહેરાત ફેસબુક પર કરી છે.

છોટા ઉદેપુર ભૂતપૂર્વ કોંગ્રેસી સાંસદ સ્વ. અમરસિંહ રાઠવાની પુત્રી રાધિકા કવાંટ તાલુકા પંચાયતની સામાજીક ન્યાય સમિતિની ચેરમેન અને પ્રદેશ મંત્રી હતી.

રાધિકા રાઠવા કવાંટ તાલુકા પંચાયતની ખરમાદા બેઠક પરથી જીતી હતી. રાધિકા રાઠવાએ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં છોટા ઉદેપુરની આધાડુંગરી બેઠકની ટિકીટ માંગી હતી. જો કે કોંગ્રેસ દ્વારા ટિકિટ ના અપાતાં અને સ્થાનિક કોંગી નેતાઓ દ્વારા અવગણના કરાતા રાજીનામુ અપાયુ છે.

છોટા ઉદેપુર જિલ્લામાં કોંગ્રેસમાં મહિલા પાંખની એકમાત્ર મજબુત નેતા ગણાતાં રાધિકા રાઠવાએ આક્ષેપ કર્યો છે કે, છોટા ઉદેપુરમાં કોંગ્રેસ કેટલાક પરિવારોની જાગીર બની ગઇ છે. યુવા તથા શિક્ષિત લોકોની અવગણના કરાય છે. કોંગ્રેસમાં મારા જેવી શિક્ષિત યુવાને બોલવાની તક નથી ને વારંવાર અપમાનિત કરાય છે તેથી પક્ષ છોડી રહી છું. હું હવે રાજકારણના બદલે સામાજીક સેવા તરફ ધ્યાન આપીશ.

(2:40 pm IST)