Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

વડોદરાના ખંડેરાવ માર્કેટ નજીક ફુર્ટની દુકાનમાં લિફ્ટમાં ફસાઈ જતા એક કર્મચારીનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા અરેરાટી

વડોદરા: શહેરના ખંડેરાવ માર્કેટ પાસે આવેલા વેરાઈ માતાના ચોકમાં ફ્રુટ ની દુકાન માં લિફ્ટ માં ફસાઈ જતા એક કર્મચારીનું રહસ્યમય રીતે મોત થયું છે.

વેરાઈ માતાના ચોકમાં આવેલ આર આર ફ્રુટ ની દુકાન માં છેલ્લા પંદર દિવસથી રોજમદાર તરીકે કામ કરતા કાના ભરવાડ નામના કર્મચારી બીજા માળેથી લિફ્ટમાં ઉતારવા જતા અચાનક લિફ્ટ માં કોઇ ખામી સર્જાવાને કારણે તે ફસાઈ ગયો હતો અને તેનું થોડી વારમાં રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું.

બનાવની જ્યાં યુવકના પરિવારજનોને થતાં દુકાન પર પહોંચી જઈ વેપારી સાથે મૃતદેહ ને ખસેડવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

ફુટ નો જથ્થો ઉપર લાવવા લઈ જવા માટે લિફ્ટ ગોઠવવામાં આવી હતી અને લિફ્ટમાં અચાનક ફસાઈ જવાને કારણે કે અન્ય કોઇ કારણથી તેનું મોત નીપજ્યું હતું.

(5:09 pm IST)