Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

માલપુર તાલુકાના મહીયાપુરમાં બે સગાભાઇઓ નજીવી બાબતે બાખડ્યા:સામસામે હુમલો થતા ચાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

માલપુર:તાલુકાના મહિયાપુર ગામે બે  સગાભાઈઓ વચ્ચે પંચાયત દ્વારા બોર કરાવ્યો હતો. જે બોરના પાણી ભરવા બાબતે બે ભાઈઓ સામ સામે બાખડયા હતા. બોરનું પાણી ભરશો તો બોરનો પાણીવાળો પાઈપ કાપી નાખીશ કહી ભત્રીજાએ ધારીયું લઈ હુમલો કર્યો હતો અને ગળદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. જે અંગે માલપુર પોલીસ મથકે ફરીયાદ કરાઈ હતી. પોલીસે ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

મહિયાપુર ગામના હિરાભાઈ ભીખાભાઈએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યા મુજબ તેઓના ભાઈનો છોકરો વસંત ડાહ્યાભાઈ  હાથમાં ધારીયું લઈ ને મારા ઘરે આવેલો અને  ગાળો બોલતો હતો. જેથી મેં કહેલ કે તું કેમ ગાળો બોલે છે તેમ કહેતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને કહેતો હતો કે આજ પછી તમો બોરનું પાણી ભરતા નહી જો પાણી ભરશો તો બોરનો પાઈપ કાપી નાખીશ. બોર તો મારા માલીકી નો છે તેમ કહી ધારીયું લઈ હુમલો કર્યો હતો અને ઝપાઝપીમાં ધારીયાની મુદ્દલ શાંતાબેનને ડાબી આંખ ના નીચેના ભાગે વાગી જતા ઈજા પહોંચી હતી. તે દરમ્યાન હિરાભાઈ છોડાવવા જતાં ચાર વ્યક્તિઓ ભેગા મળી તેઓને પણ  ગળદાપાટુનો માર મારવા લાગ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

(5:13 pm IST)