Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

ઇડર પોલીસે શંકાના આધારે બે પશુચોરોને ઝડપી ભિલોડા મલાસા ગામની પશુચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો

ઈડર:તાલુકામાં છેલ્લા કેટલાક સમયના વિરામ બાદ ફરી એકવાર પશુચોર સક્રિય થયા હતા. તાજેતરમાં વસાઇ ગામની સીમમાંથી રૂપિયા-૪૦,૦૦૦ની ગાય તથા રેવાસ ગામની સીમમાંથી ૩૫૦૦૦ની ભેંસ તથા પાડી ચોરાઇ જતાં પશુપાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. પશુચોરી રોકવામાં નિષ્ક્રિયતા દાખવવા બદલ પોલીસ તંત્ર પર પણ દબાણ વધી ગયું હતું.

દરમિયાન ઉપરા-છાપરી પશુચોરીની ઘટનાઓથી ઈડરના પી.આઈ. જે.. રાઠવા તથા પો... એન.એમ. ચૌધરી ત્રણેક દિવસ અગાઉ રેવાસ ગામના પ્રવિણ જેઠા પટેલ તથા સીયાસણના ભુરજી રામજી નિનામાને શકમંદ ગણી ઊઠાવી લાવ્યા હતા. બાદમાં પોલીસની કડકાણપૂર્વકની પૂછતાછમાં બંનેએ વટાણા વેરી નાખ્યા હતા. અને પોલીસ ચોપડે નોંધાયેલી વસાઇ - રેવાસ તથા અરવલ્લીના ભિલોડા તાલુકાના મલાસા ગામની પશુચોરીના ગુના કબૂલી લીધા હતા.

બાદમાં પોલીસે ઉપરોક્ત બંને પશુચોરને સાથે રાખી પશુઓને પરત લાવવા કવાયત હાથ ધરી હતી. જેમાં પશુઓને જ્યાં વેચી દેવાયા હતાતેવા વિજયનગર તાલુકામાંથી તથા મોડાસાથી બે ગાય તથા એક ભેંસ અને પાડીને પરત લવાયા હતા. પોલીસે રૂપિયા ,૦૫,૦૦૦ના પશુ સહિત પશુની જે ટેમ્પામાં હેરાફેરી કરાઇ હતી તે ટેમ્પો મળી કુલ રૂપિયા ૨૦૫૦૦૦નો મુદ્દામાલ કબજે લીધો હતો.

(5:13 pm IST)