Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

રાજપીપળામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 300 જેવા પોલીસ અધિકારીઓ તથા જવાનો તૈનાત કરાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : 28 ફેબ્રુઆરીના દિવસે રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે જે માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજપીપળા શહેરમાં અલગ અલગ મતદાન મથકો ઉપર પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. જેમાં  મળતી માહિતી મુજબ રાજપીપળા ખાતે ડીવાયએસપી-૦૧, પી.આઈ- ૦૨, પીએસઆઇ- ૦૪,એસ.આર. પી.જવાનો-૧૫,પોલીસ જવાનો- ૧૦૮, હોમગાર્ડ જવાનો-૧૨૬ અને જીઆરડી જવાનો-૩૪ મળી ૩૦૦ જેટલા સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે

(1:05 am IST)