Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

નર્મદા જિલ્લામા ગ્રુપ ગ્રામપંચાયતો દુર કરી સ્વતંત્ર ગ્રામ પંચાયત ની આમુ સંગઠન ની માંગ ફગાવાઇ

આગામી દિવસોમાં પંચાયતો ની ચૂંટણીઓ યોજાવાની હોય 2011 ની વસતી ગણતરી ને ધ્યાને લેતાં સરકાર નો નનૈયો !! : આમુ સંગઠન નો સરકાર આદિવાસીઓ સાથે છેતરપીંડી કરતી હોવાનો આક્ષેપ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા: નર્મદા જિલ્લાના આદિવાસી વસતી ધરાવતા અનેક ગામડાઓનો ગ્રુપ ગ્રામ પંચાયતમા સમાવેશ કરી દરેક ગામને સવતંત્ર ગ્રામ પંચાયત ન આપતા તે ગામો નો વિકાસ રુંધાતાં આદિવાસી સમાજ સાથે દાયકાઓથી અન્યાય થતાં આદિવાસી મુળ નિવાસી (આમુ) સંગઠન ના પ્રમુખ અને રાજપીપળા નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ મહેશ વસાવા દ્વારા દરેક ગામને પોતાની સ્વતંત્ર ગ્રામ પંચાયત ની ચળવળ અને માંગણી સરકાર પાસે છેલ્લા બે વર્ષથી કરવામાં આવી હતી છતાં સરકારે ચૂંટણીઓનો મુદ્દો આગળ ધરી વિભાજન કરવા નનૈયો ભર્યો હોવાનું જાણવા મળ્યું છે.

સરકાર દ્વારા આગામી મહિનાઓમાં યોજાનાર પંચાયત ની ચૂંટણી ઓ સહિત વર્ષ 2011 ની વસ્તી ગણતરી ને ધ્યાને લઇને ચૂંટણીઓની કાર્યવાહી કરેલ હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવેલ છે તો લગભગ છેલ્લા બે વર્ષ જેટલો સમય થયો આ માંગણી કરવામાં આવી છે તો જે તે સમયે જ માગણી નો સ્વિકાર કેમ ન કરાયો ?? કોના આદેશ ની રાહ જોવાઇ એ પશ્રો સમગ્ર આદિવાસી વિસ્તારોમાં ભારે ચર્ચાસ્પદ બન્યા છે.

આ મામલે નર્મદા જિલ્લા પંચાયત ને વિ.ક.ગાંધીનગર દ્વારા જાણ કરવામાં આવી છે કે ચૂંટણી ની પ્રક્રિયા 2011 વસ્તી ગણતરી ને ધ્યાને લઇને કરવામાં આવી છે જેથી વિભાજન કરીજ ન શકાય જેની જાણ આમુ સંગઠન ના પ્રમુખ મહેશ વસાવા ને પણ નર્મદા જિલ્લા પંચાયતે પત્ર લખી કરી છે .

◆ આમુ સંગઠન ના પ્રમુખ મહેશ વસાવા એ સરકાર દ્વારા ગ્રુપ ગ્રામ પંચાયતો માટે ચૂંટણીની આડમા જે નિર્ણય લેવાયો તેને સખ્ત શબ્દો મા વખોડી કાઢી જણાવ્યું હતું કે જો હાલમાં જ વડોદરા કોર્પોરેશન ની હદ મા ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો તો અમારી માંગણી તો લગભગ છેલ્લા બે વર્ષ થી છે, આ સરકાર આદિવાસીઓ સાથે છેતરપીંડી કેમ કરે છે ?? તેમના વિકાસ માટે આડે કેમ આવે છે ??શુ સરકાર આદિવાસીઓનો વિકાસ ઇચ્છતી નથી ? આવા વેધક પશ્રો તેમણે ઉઠાવ્યા છે.

(11:07 pm IST)