Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

અમદાવાદમાં બ્રાન્ડેડ કંપનીના નકલી સ્કૂલ બેગના વેચાણનો પર્દાફાશ :પાંચ વેપારીઓ સામે ગુન્હો :મોટો જથ્થો જપ્ત

બ્રાન્ડેડ કંપનીની સ્કૂલ બેગો ડુપ્લીકેટ બનાવી ગ્રાહકો સાથે થતી ઠગાઈનું રેકેટઝડપાયું

અમદાવાદઃ અમદાવાદમાં પોલીસે બ્રાન્ડેડ કંપીઓની ડુપ્લીકેટ સ્કૂલ બેગ બનાવી તેનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડો પાડી મોટી સંખ્યામાં તેનો જથ્થો કબજે કર્યો છે.

 ગાયકવાડ હવેલી પોલીસે બ્રાન્ડેડ કંપનીની સ્કૂલ બેગો ડુપ્લીકેટ બનાવી ગ્રાહકો સાથે થતી ઠગાઈનું રેકેટ જમાલપુરમાંથી ઝડપ્યું છે. પાંચ વેપારીઓ વિરુદ્ધ ગુનો નોંધી ડીઝની અને માર્વલ કંપનીની કુલ 1350 નંગ ડુપ્લીકેટ સ્કૂલ બેગનો જથ્થો રૂ. 3,38,880નો પોલીસે કબ્જે કર્યો છે.

ઝીયસ આઈ.પી.એચ કંપનીમાં સીનિયર અસોસિએટ તરીકે અમિત દિપક રાઠોડ પાંચ વર્ષથી ફરજ બજાવે છે. આ કંપનીને DISNEY ENTERPRICES INC અને MARVELS CHARACTERS INC કંપનીઓએ તેમને કંપનીની બનાવટની ડીઝની કેરેક્ટરના કાર્ટૂનની વસ્તુ કોઈ બનાવે કે વેચાણ કરે તેવા વ્યક્તિઓ પર કાર્યવાહી કરવાની સત્તા આપી છે.

 

જમાલપુરમાં કાચની મસ્જિદ વિસ્તારમાં સ્કૂલ બેગ પર ડીઝની અને માર્વલ કંપનીના ડુપ્લીકેટ સ્ટીકર લગાડી કેટલાક વેપારીઓ વેચાણ કરતા હોવાની વિગતો અમિત રાઠોડને મળી હતી.chool bag

જેના આધારે અમિત રાઠોડે આ દુકાનોમાં તપાસ કરી અમુક સેમ્પલ ખરીદી દિલ્હી ખાતે કંપનીને મોકલ્યા હતા. જેનો રિપોર્ટ સ્ટીકર નકલી હોવાનો આવ્યો હતો. આથી અમિતે રાઠોડે ગાયકવાડ હવેલી પોલીસને બનાવ બાબતે જાણ કરતા પોલીસે સ્થળ પર જઈ રેડ કરી હતી. પોલીસ તપાસમાં 5 વેપારીઓને ત્યાંથી ડુપ્લીકેટ સ્ટીકર વાળી 1350 નંગ સ્કૂલ બેગો મળી આવી હતી.ol bag

પોલીસે જમાલપુર કાચની મસ્જિદ પાસે આવેલા ઇકબાલ થેલાવાળા તૈસીફ મો.ઇકબાલ શેખ, આઈ.એસ.થેલાવાળા અબ્દુલસમદ મો.ઇબ્રાહીમ શેખ, તેની બાજુની દુકાનના માલિક મુસ્તાક મો.સાબ શેખ, ઇલિયાસ થેલાવાળા ઇલિયાસ મો.સાબ શેખ અને યાસીન થેલાવાળા તાહીર યાસીન છીપા વિરુદ્ધ અમિત રાઠોડની ફરિયાદ આધારે ગુનો નોંધ્યો છે. પોલીસ સ્થળ પરથી કુલ 1350 નંગ સ્કૂલ બેગ રૂ. 3,38,880ની મત્તાની જમા લઈ તપાસ હાથ ધરી છે.

(10:20 pm IST)