Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

કોરોના સામે આજે રાજ્યમાં આંશિક રાહત - સાજા થવાનો દર ૮૪.૯૦ % થયો : છેલ્લા ચોવીસ કલાકમાં રેકર્ડબ્રેક ૧૪૧૯ લોકો સાજા થવાની સામે નવા પોઝીટીવ કેસ ૧૪૧૭ નોંધાયા : કુલ પોઝીટીવ કેસનો આંકડો વધીને ૧,૩૧,૮૦૮ થયો : આજે વધુ 13 લોકોના દુખદ અવસાન : રાજ્યનો કુલ મૃત્યુઆંક ૩૪૦૯ એ પહોચ્યો : અત્યાર સુધીમાં કુલ ૧,૧૧,૯૦૯ લોકોએ કોરોનાને માત આપી : રોજેરોજ રાજ્યના તંત્ર અને શહેરોના લોકલ તંત્રના આંકડાઓમાં તફાવત આજે પણ યથાવત

આજે પણ સુરત જિલ્લામાં સૌથી વધુ 297 કેસ, અમદાવાદમાં 195 કેસ, ગાંધીનગરમાં 31 કેસ, વડોદરામાં 136 કેસ, રાજકોટમાં 168 કેસ, જામનગરમાં 110 કેસ, જૂનાગઢમાં 36 કેસ, મોરબીમાં 22 કેસ, ભાવનગરમાં 33 કેસ, પંચમહાલમાં 25 કેસ, કચ્છમાં 42 કેસ, મહેસાણામાં 48 કેસ નોંધાયા : સંપૂર્ણ સૂચિ જોવા માટે અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોના બેફામ રીતે ફેલાઈ રહ્યો છે, જોકે આજે આંશિક રીતે થોડી રાહત પણ જોવા મળી છે. રોજેરોજ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે વધુ ૧૪૧૭ કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા ૧,૩૧,૮૦૮ ને આંબી ગઈ છે અને આજે વધુ 13 લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3022 થયો છે તો બીજી તરફ આજે વધુ રેકર્ડબ્રેક ૧૪૧૯  દર્દીઓ સાજા થતા કુલ ૧,૧૧,૯૦૯ લોકોએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં હાલમાં કુલ ૧૬૪૯૦ એક્ટિવ કેસ છે જેમાં ૧૬૪૦૮ સ્ટેબલ છે અને ૮૨ દર્દીઓ વેન્ટિલેટર પર છે. રોજેરોજ રાજ્યના તંત્ર અને શહેરોના લોકલ તંત્રના આંકડાઓમાં તફાવત પણ યથાવત રહેતા લોકો મુંજવાણમાં પડ્યા છે કે સાચ્ચા આંકડાઓ ક્યાં માનવા?

રાજીના વિવિધ શહેરો અને નગરપાલિકાઓની વિગત માટે નીચે જુઓ :

(7:46 pm IST)