Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

કૃષિ કલ્યાણકારી યોજનાઓ થકી રાજ્યના ખેડૂત સમૃધ્ધ બન્યા છે - નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ

સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગતખેડુતો અને ખેતમજૂરો માટે સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના,કાંટાળી વાડ તથા નાના વેચાણકાકોને વિનામૂલ્યે છત્રી આપવાની યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહેસાણા ખાતે યોજાયો

ગાંધીનગર : મહેસાણા શહેરના ટાઉનહોલ ખાતે મહેસાણા, કડી, જોટાણા, બેચરાજી અને વિજાપુર તાલુકાનો સંયુક્ત સાત પગલાં ખેડુત કલ્યાણ  કાર્યક્રમ અંતર્ગત છેલ્લા ત્રણ પગલાંના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે ખેડુતોની આવક,ઉત્પાદન વધારવા સાથે જીવનધોરણ સુધારવાના ધ્યેય સાથે સરકારશ્રી દ્વારા લેવાયેલ સાત પગલાં ખેડૂત માટે સમૃધ્ધિના કલ્યાણકારી દ્વારા  ખોલનારી બની રહેશે.

  નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની લક્ષ્ય ૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાનું છે જે પરીપુર્ણ કરવા માટે ખેડુતલક્ષી સાત પગલાં સહિત અનેક કલ્યાણાકારી યોજનાઓ અમલમાં મુકાઇ છે.

 નિતીનભાઇએ ઉમેર્યું હતું કે સાત પગલાં ખેડુત કલ્યાણની યોજનામાં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનામાં ગોડાઉન માટે રૂ. ૩૦ હજારની સહાય,કિસાન પરીવહન યોજનામાં માલવાહક વાહન માટે રૂ.૫૦ હજારની સહાય,પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને ગાય નિભાવ ખર્ચ માટે વાર્ષિક રૂ.૧૦,૮૦૦ ની સહાય,પ્રાકૃતિક કૃષિ પ્રધ્ધતિ માટે જીવામૃત બનાવવા માટે કીટની સહાય,ખેડુતો અને ખેત મજુરો માટે સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના અંતર્ગત ૯૦ ટકા સધી સાઘન સહાય,ફળ,શાકભાજી,ફુલપાકો જેવા રોડસાઇડ વેચાણ કરતા લોકો માટે વિનામૂલ્યે છત્રીની સહાય સહિત તારની વાડ યોજના માટે ૧૦ હેકટરથી ઘટાડી ૦૫ હેકટરની મર્યાદા સાથે રૂ.૩૦૦ રનીંગ મીટર ખર્ચે આપવાની યોજનાની અમલવારી થઇ રહી છે.

   નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્યનો ખેડૂત સમૃધ્ધ થાય તે માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અને સહાય આપી રહી છે. રાજ્યમાં શૂન્ય ટકાના દરે ૩૪ હજાર કરોડ રૂપિયા ધિરાણ આપેલ છે જેમાં મહેસાણામાં ૧૪૦૦ કરોડ રૂપિયા ધિરાણ આપવામાં આવેલ છે.તેમણે ઉમેર્યું હતું કે મહેસાણા જિલ્લામાં પી.એમ.કિસાન સન્માન નિધિમાં રૂ.૨૮૮૮૩૯.૩૪ લાખની સહાય,કૃષિ ઇનપુટમાં ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦માં રૂ.૧૯૩૮૩.૪૪ લાખની સહાય સહિત પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના,ટેકાના ભાવે ખરીદી સહિત અનેક વિધ યોજનાઓનો જિલ્લાના ખેડૂતોને લાભ મળ્યો છે.

શ્રી પટેલએ ઉમેર્યું હતું કે ખેડુતોના લાભાર્થે સરકારે પારદર્શક,ઝડપી અને સરળ સહાય માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મુકી છે. મહેસાણા જિલ્લાના ત્રણ તાલુકા જેમાં મહેસાણા તાલુકાના ૪૫૫૨૫ ખેડુતોને ૩૪.૮૧ કરોડ,કડી તાલુકાના ૪૯૨૭૬ ખેડુતોને ૪૩.૬૮ કરોડ અને બેચરાજી તાલુકાના ૧૭૯૫૯ ખેડુતોને ૧૭.૧૨ કરોડ મળી કુલ મહેસાણા જિલ્લાના ત્રણ તાલુકાના ૧,૧૨,૭૬૦ ખેડુતોને  રૂ.૯૫ કરોડની મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અન્વયે પાક નુંકશાનની સહાય મળનાર છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લામાં સાત પગલાં ખેડુત કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ છ પગલાંઓમાં જિલ્લાના ૧૧૮૪૭ ખેડુતોની મંજુર કરેલ અરજીઓ પેટે રૂ ૨૧૦૩.૨૮ લાખની સહાય મળનાર છે.

 મહેસાણા યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ યોજના તળે લાભાર્થીઓને હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા વિડીયો કોન્ફરન્સા માધ્યમથી વિવિધ યોજનાઓનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું

 કાર્યક્રમમાં ધારાસભ્ય કરશનભાઇ સોલંકી, જિલ્લા કલેકટર એચ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, એ.પી.એમ.સી મહેસાણાના ચેરમેન ખોડાભાઇ પટેલ, ડિસ્ટ્રીક બેન્ક મહેસાણાના ચેરમેન વિનોદભાઇ પટેલ, અગ્રણી જશુભાઇ પટેલ, એપીએમસી ચેરમેન જોટાણા રમેશભાઇ પટેલ, બાગાયત અધિકારી બીપીન રાઠોડ સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા

(2:39 pm IST)