Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

રાજ્યભરમાં મેઘરાજાનુ જોર ઘટયું

માત્ર ૩૨ તાલુકામા ઝરમર ઝાપટાં થી ૨.૫ ઈંચ સુધીનો વરસાદ:ઉકાઈ ડેમની જળ સપાટી ૩૪૩.૭૮ ફૂટે

(જીતેન્દ્ર રૂપારેલિયા ) વાપી : અધિક આસો માસમાં મેઘરાજા હવે નરમ પડ્યાનુ જણાય રહ્યું છે જેને પગલે છેલ્લા ચોવીસ કલાકમાં માત્ર ૩૨ તાલુકામા ૧ મિમી થી લઇ ૬૦ મીમી સુધી નો હળવો વરસાદ નોંધાયેલ છે

    ફ્લડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્ય આંકડા ને જોઈએ તો હાલોલ ૬૦ મીમી.. ઉમરપાડા ૫૩ મીમી... મોરવાહડફ ૨૦ મીમી. પોસિના ૧૮ મીમી. ગોધરા ૧૬ મીમી  જેતપુર પાવી અને નિઝર ૧૪ મીમી ભાભર અને ઘોઘંબા ૧૦ મીમી વરસાદ નોંધાયેલ છે

   આ ઉપરાંત રાજ્યના ૨૩ તાલુકા મા ૧ મીમી થી ૯ મીમી સુધી નો હળવો વરસાદ નોંધાયેલ છે તેમજ આજે સવારથી એટલે કે ૬ વાગ્યા થી ૧૦ વાગ્યા સુધીમાં માત્ર પાંચેક તાલુકામા ૧ ર્થી ૮ મિમી સુધીનો હળવો વરસાદ નોંધાયેલ છ

   ઉકાઈ ડેમની જળ સપાટી સતત ઘટીને આજે સવારે ૩૪૩.૭૮ ફૂટે પહોંચી છે ડેમમા ૧૬૯૦૭ ક્યુસેક પાણીના ઈન ફલો સામે ૧૧૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે

(12:52 pm IST)