Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

ગુજરાત વિધાનસભા ખાતે વિઠ્ઠલભાઇ પટેલની ૧૪૮મી જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલિ અપાઇ

અમદાવાદ : વર્ષ ૧૯૨૫થી મધ્યસ્થ ધારાસભાના પ્રથમ ભારતીય પ્રમુખ અને ગુજરાત વિધાનસભા ભવનનું નામ જેમના નામ ઉપરથી અપાયું છે એવા વિઠ્ઠલભાઇ ઝવેરભાઇ પટેલની ૧૪૮મી જન્મજયંતિ નિમિતે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર  દ્વારા વિધાનસભા પટાંગણમાં આવેલી તેમની પ્રતિમા સમક્ષ અને પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિધાનસભાના સચિવ ડી.એમ.પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ/કર્મચારીઓએ ઉપસ્થિત રહીને તેમના તૈલચિત્રને પુષ્પ અર્પણ કરી તેમના જીવનના આઝાદીકાળ સમયના પ્રેરણાદાયી સંસ્મરણો યાદ કર્યા હતા.

(10:05 pm IST)