Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

અમદાવાદના તમામ મોટા ખાણી-પીણી બજારો રવિવારે બંધ રહેશે :એએમસીનો આકરો નિર્ણય

કોરોનાનું સંક્રમણ અટકાવવા મનપાએ મહત્વપૂર્ણ નિર્ણ્ય લીધો

અમદાવાદ :  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમદાવાદમાં કોરોના વાયરસના કેસ વધતા અમદાવાદમાં ખાણી પીણી બજારો રવિવારે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદમાં ખાણી-પીણી બજારની વાત આવે છે એટલે દરેક અમદાવાદીના મનમાં માણેક ચોક અને લો ગાર્ડન અવશ્ય યાદ આવે છે. જો કે આ બજારો હવે દર રવિવારે બંધ રાખવાનો કોર્પોરેશને નિર્ણય લીધો છે. જોકે અમદાવાદ કોર્પોરેશન દ્વારા નાના ખાણી-પીણી બજારો અને છૂટાછવાયા લારી-રેકડીવાળાઓ માટે કોઇ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી.

કોરોનાનું સંક્રમણ અટકાવવા AMCએ આ નિર્ણય લીધો છે. હવે આગામી રવિવારથી શહેરના તમામ ખાણી-પીણી બજારો બંધ રહેશે.

 અત્રે ઉલ્લેનિય છે કે, આજે પણ રાજ્યમાં કોરોનાનાં 1411 કેસ આવ્યા છે જેમા અમદાવાદમાં 178 પોઝિટિવ કેસ આવ્યા છે ત્યા જ 3 લોકોએ આ મહામારીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીના કેસની વાત કરીએ તો અમદાવાદમાં 36246 કેસ નોંધાઇ ચૂક્યા છે અને મોતનો આંકડો 1804 પર પહોંચી ગયો છે.

(10:24 pm IST)