Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

અમદાવાદ : મુખી ફાર્મની રૂ.60 કરોડની જમીન ભાડે લેવાનું કહીને હડપી લેવા કાવતરૂ : વકીલ સહિત 7 સામે ફરિયાદ

જગ્યા ભાડે લેવાનું કહીને ટોળકીએ ભાડા કરાર ઉપરાંત બોગસ સહીઓ કરી બારોબાર પાવર ઓફ એટર્ની કરી હડપી લેવાનું કાવતરૂ ઘડ્યું હતું. સબ રજીસ્ટાર કચેરીના કલાર્ક હાર્દિક ચૌધરીની પણ સંડોવણી

અમદાવાદ: સિંધુ ભવન રોડ પર આવેલા મુખી ફાર્મની રૂ.60 કરોડની જગ્યા ભાડે લેવાનું કહીને ટોળકીએ ભાડા કરાર ઉપરાંત બોગસ સહીઓ કરી બારોબાર પાવર ઓફ એટર્ની કરી હડપી લેવાનું કાવતરૂ ઘડ્યું હતું. સબ રજીસ્ટાર કચેરીમાં જમીન માલિકોને ભાડા કરાર માટે લઈ જઈ અંગૂઠા, ફોટો વગેરે કરાવ્યા બાદ આરોપીઓએ આ જગ્યાનો પાવર રજૂ કરી કલાર્ક હાર્દિક ચૌધરી સાથે મિલિભગત કરી ફરીથી અંગૂઠાની ડિજિટલ પ્રિન્ટ લેવડાવી ખોટી સહીઓ કરી પાવર રજીસ્ટર કરાવી કુલમુખત્યારનામું બનાવ્યુ હતું. જેના આધારે આરોપીઓએ રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કર્યો હતો. વસ્ત્રાપુર પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

થલતેજની ભાવિન સ્કૂલની સામે પદ્માવતી બંગલોમાં રહેતાં ગિરીશ કનૈયાલાલ બારોટ (ઉં,64)એ સાત આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં દીપેશ સુરેશ પટેલ રહે, રત્નદીપ બંગલો, થલતેજ, ભરત સુરેશ પટેલ રહે, ગાંભોઈ, હિંમતનગર, મનીષા દિવ્યેશ શાહ રહે, અર્જુન એપાર્ટમેન્ટ,ભાઈકાકાનગર, થલતેજ, મૌલીક આચાર્ય, ગણપત અમરત પટેલ રહે,આદિનાથ સોસાયટી,મોટેરા, વકીલ ઋષીકેશ પટેલ અને હાર્દિક પ્રતાપ ચૌધરી રહે, મેમનગરનો સમાવેશ થાય છે.

સિન્ધુભવન રોડ પર ગીરીશભાઈ તેમના ભાઈઓ અને બહેનની સંયુક્ત માલિકીની મુખી ફાર્મના નામે 438 ચો.મી જગ્યા બિનખેતી ઉપયોગની છે. એક માસ અગાઉ આ જગ્યા ભાડે લેવા માટે એસ્ટેટ બ્રોકર મૌલીક આચાર્ય અને મનીષા શાહ બન્ને દીપેશ પટેલને લઈને આવેલા હતા. જગ્યા પસંદ આવતા રૂ.6.25 લાખ માસિક ભાડું અને 12.50 લાખ ડિપોઝીટ નક્કી કરી હતી.

જે માટે ભાડા કરાર કરવા આરોપીઓએ ગત તાં.19-9-2020ના રોજની પોલીટેક્નિક સબ રજીસ્ટાર કચેરીમાં એપોઇન્ટમેન્ટ લીધી હતી. કચેરીમાં દીપેશ પટેલ અને તેમના વકીલ ઋષીકેશ પટેલ મળ્યા હતા. ભાડાકરાર પર કલાર્ક હાર્દિકએ જમીન માલિકોને ફોટો, સહી,અંગુઠાની ડિજિટલ પ્રિન્ટ વગેરે ડોક્યુમેન્ટ લીધા હતા.

બે દિવસ બાદ દીપેશ પટેલને ભાડા કરાર માટે ગીરીશભાઈએ ફોન કરતા સ્ટેમ્પ ભરવાની બાકી હોવાનું જણાવ્યું હતું. બાદમાં ગીરીશભાઈએ પુત્રે જણાવ્યું કે, આપડી જગ્યામાં કુલમુખત્યારનામું થયું છે. આ અંગે ગીરીશભાઈએ તેમના વકીલ પ્રગ્નેશ બ્રહ્મભટ્ટને વાત કરતા તેઓએ જાતે સબ રજીસ્ટાર કચેરી તપાસ કરી હતી. જેમાં ગત તા.19મી ગણપત પટેલ એ પાવરના આધારે કુલમુખત્યારનામું કરી વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો. જગ્યાના અવેજ પેટે માલિકોને ખાતામાં રૂ.3,70,57,300ની રકમના ચેક સહ માલિકોને આપ્યાનું બતાવ્યું હતું.

ગીરીશભાઈ ગણપત પટેલને ક્યારેય મળ્યા ન હતા. આથી તપાસ કરતા વિગત મળી કરી ગીરીશભાઈ અને તેમના ભાઈઓ ભાડાકરાર માટે સબ રજીસ્ટાર ઓફિસે ગયા ત્યારે ભાડા કરાર માટે અંગુઠાની ડિજિટલ પ્રિન્ટ હાર્દિક ચૌધરીએ લીધી હતી. થોડા સમય બાદ હાર્દિકએ ડિજિટલ પ્રિન્ટ ફરી લેવી પડશે તેમ કહી ફરી અંગૂઠા લીધા હતા. જેનો ઉપયોગ કરી આરોપીઓએ ખોટા પાવર બનાવી તેમાં જમીન માલિકોની ખોટી સહીઓ કરી વેચાણ દસ્તાવેજ કર્યો હતો. આ અંગે વસ્ત્રાપુર પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:27 pm IST)
  • અમદાવાદની શાહીબાગ એસીબી કચેરી બની સાંસ્કૃતિક સમન્વયની પ્રતિક ગુજરાતની ધાર્મિક-સંસ્કૃતિની ઓળખ આપતા ચિત્રો - મંદિરો તેમજ હેરીટેજ સ્થળો દ્રશ્યોની ફ્રેમો મુકાઇ : આદિવાસી સંસ્કૃતિ-ગીરના સિંહોના તસ્વીરી ઝલકના દર્શન મુલાકાતીઓ કરી શકશો : કચેરીના નવા લુકથી કર્મચારીઓનો કામ કરવાનો જુસ્સો વધશે : પર્યટન સ્થળે આવ્યા હોય તેવો ભાવ મનમાં સર્જાશે access_time 3:05 pm IST

  • ઓસ્ટ્રેલિયામાં વિક્ટોરીયા રાજ્યની લોકલ કાઉન્સિલની ચૂંટણીમાં ત્રણ ગુજરાતીઓએ ઝંપલાવ્યું છે. મૂળ ગુજરાતના અને વિંધમ સિટીમાં સ્થાયી થયેલા ઉત્સાહી અને ગુજરાતી સમાજમાં પ્રતિષ્ઠિત કેતન પટેલ, કપિલ ઠક્કર અને ઘનશ્યામ રામાણી ચૂંટણી લડી રહ્યા છે અને સમગ્ર એનઆરઆઈ સમાજ આ યુવાનોની પડખે છે. access_time 3:44 am IST

  • ભાજપની રાષ્ટ્રીય ટીમમાં ૪૫% નવા ચહેરાઓ : નવી ટીમની જાહેરાત કરી રહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા : ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા રાષ્ટ્રીય ભાજપની નવી ટીમની અત્યારે બપોરે ૩:૧૫ પછી જાહેરાત કરી રહ્યા છે જેમાં ૪૫ ટકા નવા ચહેરાઓ છે : જે.પી. નડ્ડાએ સમગ્ર ટીમમાં આમુલ ફેરફારો કર્યા છે : વિગતો જાહેર થઈ રહી છે (ન્યુઝફર્સ્ટ) access_time 3:11 pm IST