Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

પેટાચૂંટણીનું પરીણામ અમારી તરફેણમાં જ આવશે, એ અંદાજ ભાજપને પણ થઇ ગયો

નિતિનભાઇ ઉપર ચંપલ ફેંકવાની ઘટનાને વખોડતા કોંગી અગ્રણી : જનતામાં રોષ છે પણ તેને વ્યકત કરવાની આ રીત ખોટીઃ જયરાજસિંહ પરમાર

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટા ચૂંટણી પ્રચાર હાલ જોરશોરમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ કરજણમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરતા હતા તે દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. જોકે તેમને ચપ્પલ વાગ્યુ નહોતું અને માઇક પર પડ્યું હતુ. ચપ્પલ ફેંકાયાની ઘટના બાદ પણ તેમણે મીડિયા સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું હતું.  ચપ્પલ ફેંકાયાની ઘટના બાદ પોલીસે જણાવ્યું કે, ફૂટેજના આધારે આરોપીની શોધખોળ કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા નાયબ મુખ્યમંત્રી પર ફેંકાયેલા ચપ્પલની દ્યટનાને વખોડી કાઢવામાં આવી હતી.

 કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ પરમારે ઘટનાને વખોડતાં કહ્યું, જનતામાં રોષ છે પણ તેને વ્યકત કરવાની આ રીત નિંદનીય છે. ભાજપની સભામાં ચપ્પલ ફેંકાય તેમાં કોંગ્રેસ કયાંથી આવે ?  પક્ષપલટુ અને ગદ્દાર સામેનો રોષ અન્ય જગ્યાએ ખોટી રીતે વ્યકત થયો. રાહુલ ગાંધી પર પથ્થર અને મનમોહન સિંહ પર જૂત્ત્।ુ ફેંકાયું ત્યારે ભાજપે દ્યટનાને વખોડવાની જરૂર હતી. કોઈપણ દ્યટનાનો દોષ કોંગ્રેસ અને વિપક્ષને આપવાની નીતિ ભાજપે બદલવી જોઈએ.

આત્મારામ કાકાનુ ધોતીયુ ખેચનાર, દત્ત્।ાજીને જીવતા સળગાવવાનો પ્રયાસ કરનાર , સંજય જોશીની સેકસ સીડીનુ કાવતરૂ કરનાર ભાજપ કયા મોઢે કોગ્રેસ પર દોષારોપણ કરી રહી છે તે સમજાતુ નથી . જે બન્યુ તે સદંતર ખોટું છે , સરકાર ભાજપની છે .જે કોઈ અપરાધી હોય તેને સજા કરે બાકી કોગ્રેસનો હાથ તો ઉંઘમા પણ દેખાશે જ. કેમકે પેટા ચુટણીમાં પરિણામ વિપરીત આવવાનો અંદેશો ભાજપને આવી ગયો છે. તેમ અંતમાં કોંગ્રેસ પ્રવકતા જયરાજસિંહ પરમારે જણાવ્યું છે .

(2:31 pm IST)