Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભે કેવડિયા ખાતે એસ.આર. પી 18 ગ્રુપ દ્વારા રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેવડિયા ખાતે આગામી 31 મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદીની ઉપસ્થિતમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવનાર છે જેના ભાગ રૂપે કેવડિયા કોલોની એસઆરપી ગ્રુપ 18 દ્વારા એકતા ઓર અખંડિતતા નો સંદેશ લઈને રન ફોર યુનિટી દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં srp ગ્રુપના સેનાપતિ કે.એ.નિનામાં એ લીલી ઝંડી આપી દોડની શરૂઆત કરાવી હતી આ દોડમાં dysp ચિરાગભાઈ પટેલ, એલ. પી. ઝાલાની સાથે મોટી સંખ્યામાં srp ના જવાનોએ ભાગ લીધો હતો આ દોડમાં સંજય વસાવા પહેલો નમ્બર જ્યારે અજય રાઠવાએ બીજો નંબર પ્રાપ્ત કર્યો હતોઆ દોડનો મુખ્ય ઉદ્દેશ્ય 31મીના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ સંદર્ભે એકતા અને અખન્ડીતતાને પ્રોત્સાહન આપવાનો હતો.
 

(10:35 pm IST)